SURAT

સુરત મેટ્રો પ્રોજેક્ટમાં આધુનિક મોડર્ન સિસ્ટમનો ઉપયોગ, મેટ્રોનું કામ બે વર્ષમાં પૂર્ણ થશે

સુરત: (Surat) ગુરૂવારે શહેરમાં જર્મનના વોલ્ટર જોહન્સ લીન્ડનર, (એમ્બેસેડર ઓફ ફેડરલ પબ્લીક ઓફ જર્મની), સ્ટીફન કોચ (મીનીસ્ટર એન્ડ હેડ ઓફ ધ ઈકોનોમીક એન્ડ ગ્લોબલ અફેર્સ) મારીયા ઈનીગ (એક્ટીંગ કોન્સોલ જર્નલ, જર્મન કોન્સ્યુલેટ) અને અશુમી શ્રોફ (સીનીયર એડવાઈઝર ઈકોનોમીક અફેર્સ) આ ડેલીગેશને સુરત મેટ્રો-પ્રોજેક્ટની (Surat Metro Project) મુલાકાત લીધી હતી. અને સુરત મનપાના મહત્વના પ્રોજેક્ટો વિશે માહિતી મેળવી હતી. જર્મન ડેલીગેશને સુરત મેટ્રોના ડાયરેક્ટર સાથે ભીમરાડ ખાતે ચાલી રહેલી મેટ્રો કામગીરી અંગે માહિતી મેળવી હતી.

  • સુરત મેટ્રો પ્રોજેક્ટનું કામ બે વર્ષમાં પુર્ણ થશે: સુરત મેટ્રો પ્રોજેક્ટ ડાયરેક્ટર
  • જર્મન ડેલીગેશને સુરત મેટ્રો અને કિલ્લાની મુલાકાત લીધી, સુરત મેટ્રો રેલ પ્રોજેકટની પ્રગતી જોઇને ડેલીગેશન પ્રભાવિત

સુરત મેટ્રો પ્રોજેક્ટના ડાયરેકટર સહદેવ સિંહ રાઠીએ પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરીજનો માટે અતિ મહત્વપૂર્ણ એવા પ્રોજેક્ટમાં અંદાજિત 50 ટકાનું રોકાણ જર્મની અને ફ્રાન્સ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. મેટ્રો પ્રોજેક્ટ માટે ફ્રાન્સ અને જર્મની (France and Germany) સરકારે સંયુક્ત રીતે રૂ. 5,434 કરોડની લોન સહાય કરી છે. જેમાં જર્મની પાસેથી રૂા. 3500 કરોડની રકમ મંજુર થઈ છે. જેથી મેટ્રો પ્રોજેક્ટમાં આધુનિક મોડર્ન સિસ્ટમનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. જેના કારણે આ પ્રોજેક્ટનું કામ ઝડપી અને સમયસર પૂર્ણ થશે.

હાલમાં 18.6 કિ.મી મેટ્રો લાઈનની કામગીરી ચાલી રહી છે. જેમાં 6 અંન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન, 6.47 કિ.મી ટનલ અને 10 સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. ડ્રીમ સિટીમાં 20 સ્ટેશનની લાઈન માટેના ડેપોનું કામ પણ ઝડપભેર થઈ રહ્યું છે. બે વર્ષમાં કામગીરી પુર્ણ કરવાનો લક્ષ્યાંક હોવાનું તેમણે જણાવ્યું હતું. જર્મનના વોલ્ટર જોહન્સ મેટ્રોની કામગીરી જોઈ પ્રભાવિત થયા હતા અને તેઓએ પ્રોજેક્ટ વહેલી તકે અને યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે ફન્ડિંગ તેમજ અન્ય ટેકનિકલ સપોર્ટ પુરો પાડવાની ખાતરી આપી હતી.

ત્યારબાદ જર્મન ડેલીગેશને સુરત શહેરના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લીધી હતી જ્યાં મેયર હેમાલીબહેન બોઘાવાલા, સ્થાયી સમિતી અધ્યક્ષ સુરત જિલ્લા કલેક્ટર અને ઇચા. મનપા કમિશનર આયુષ ઓક તેમજ મનપા અધિકારીઓ સાથે મનપાની કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં મનપાના મહત્વના પ્રોજેક્ટો જેવા કે, બીઆરટીએસ, રીવરફ્રન્ડ ડેવલપમેન્ટ, બરાજ, બાયોડાયવર્સીટી પાર્ક વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.

Most Popular

To Top