SURAT

સુરત મેટ્રોની કામગીરીને લઈ મનપા સંચાલિત 2 BRTS અને 13 સિટી બસના રૂટ ડાયવર્ટ કરાયા

સુરત: (Surat) સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે ઘણા રસ્તાઓને ડાયવર્ઝન (Diversion) આપવામાં આવ્યાં છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાના વિવિધ રૂટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યાં છે. જેમાં 2 બીઆરટીએસ રૂટ (BRTS Root) અને 13 સિટી બસના રૂટને (City Bus Root) ડાયવર્ઝન અપાયાં છે અને ઘણા સ્ટોપ પર બસ ઊભી રહી શકશે નહીં તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ડાયવર્ટને કારણે મુસાફરો આ રૂટ પરની બસો ઉપયોગમાં લઈ શકશે
ઉધના-સચિન વિસ્તારના મુસાફરોને સુરત રેલવે સ્ટેશન જવા માટે ખરવરનગર પરથી ઇટરચેન્જ લઇ રૂટ નં.01-02 અને 20ની બસ મારફતે જઇ શકશે. પાલ-અડાજણ વિસ્તારમાં મુસાફરોને સુરત રેલવે સ્ટેશન જવા માટે કતારગામ દરવાજાથી ઇટરચેન્જ લઇ રૂટ નં. 20,1 12 અને 118ની બસ મારફતે જઇ શકશે. આ ઉપરાંત મેટ્રોલ રેલ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા ભવિષ્યમાં થનાર ડાયવર્ઝન અન્વયે ટ્રાફિક વિભાગ સાથે જરૂરી સંકલન કરી સિટી તથા BRTS રૂટોમા ફેરફાર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

શહેરમાં મેટ્રોની કામગીરી માટે ઠેર ઠેર બેરિકેડના પગલે લોકોને ભારે હાલાકી

સુરત: શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન-1 અંતર્ગત ચોકબજારથી કાપોદ્રા સુધીના રૂટમાં 6 સ્ટેશન બનાવવા મુખ્ય માર્ગો 1 વર્ષ માટે બંધ તથા ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. મેટ્રો પ્રોજેક્ટ લઇને પહેલાથી જ શહેરમાં ઠેર ઠેર બેરિકેડ હતાં જ ત્યારે હવે ગીચતા ધરાવતા સેન્ટ્રલ ઝોન અને લંબેહનુમાન રોડ પર એક વર્ષ જેટલા લાંબા સમય માટે ડાયવર્ઝન મૂકાઇ ગયા છે. જેના પહેલા જ દિવસે લોકો મોટા પાયે અટવાઇ પડ્યાં છે. અનેક જગ્યાએ સાંકડા ડાવર્ઝનના કારણે પણ ટ્રાફિકજામની સ્થિતી સર્જાઇ રહી છે તો ઘણી જગ્યાએ માહિતીના અભાવે વાહન ચાલકો અટવાઇ પડયાં છે. સેન્ટ્રલ ઝોનમાં મક્કાઇપુલથી ફૂરજા સુધીમાં ઠેકઠેકાણે બેરિકેડના કારણે લોકો અટવાયા છે, એક તો આ વિસ્તાર ગીચતા અને સાંકડા વિસ્તારોના કારણે માર્ગો કન્ઝસ્ટેડ છે ત્યારે અહી સાંકડા રસ્તાઓમાં જ ડાયનર્ઝન અપાયું હોવાથી અંદરના વિસ્તારોમાં કારચાલકો જઇ શકતા નથી.

Most Popular

To Top