સુરત: સુરતમાં (Surat) મેટ્રોનું (Metro) કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. આ વચ્ચે મજુરાગેટથી ક્ષેત્રપાલ દાદા મંદિર વચ્ચે ચાલી રહેલા મેટ્રો ટ્રેકના પિલર કામકાજને લઈ કોઈ પણ પરવાનગી (Permission) વગર રસ્તો બંધ કરી દેવાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ બાબતે પૂછવામાં આવતા કોઈ પણ જવાબદાર અધિકરી સ્થળ પર હાજર ન હોવાનું સામે આવ્યું છે. ભારી ભરખમ લોંખડના સળિયાના રેક ને ટ્રેલર દ્વારા ઊંચકી એક જગ્યા પરથી બીજી જગ્યાએ પર ટ્રાન્સપોર્ટ કરી વાહન ચાલકોના જીવ જોખમ માં મુકાઈ રહ્યા હોય એમ કહી શકાય છે.
આ બાબતે કર્મચારીઓને રસ્તો બ્લોક કરવાની પરવાનગીને લઈ પૂછવામાં આવતા કોઈ જવાબ આપી શક્યા ન હતા. પટેલ નામ ની કંપની મેટ્રો ટ્રેક બનાવવાનું કામ કરી રહી હોવાનું જણાવવા સિવાય કોઈ કર્મચારી બોલવા તૈયાર ન હતો. જોકે કામકાજના સમયમાં બન્ને છેડે બ્લોક મૂકી રસ્તો બંધ કરી દેવાયો હતો.
વાહન ચાલકો એ જણાવ્યું હતું કે આવું લગભગ અઠવાડિયામાં એક બે વાર થાય છે. કોઈ બોલવા તૈયાર નથી, 30 મિનિટ સુધી રસ્તો બંધ કરી દેવાય છે. કોઈ પણ પરવાનગી છે કે નહીં એ તો પાલિકા જ કહી શકે છે. સ્થળ પર ઈજનેર પણ રહેતા નથી.
વધુમાં જણાવ્યું હતું કે ભરી ભરખમ સળિયા ઊંચકી ને એક જગ્યા પરથી બીજી જગ્યા પર ટ્રાન્સપોર્ટ કરવાનું વર્કિંગ સમયમાં ચાલતું કામકાજ કેટલું યોગ્ય એ એક પ્રશ્ન છે. આવા કામકાજ સમય માં જો કોઈ અકસ્માત સર્જાય અને આટલી ભારી ભરખમ લોંખડ ની રેક કોઈ વાહન ચાલક પર પડે અને જીવ જાય તો કોણ જવાબદાર એવા અનેક પ્રશ્નો ઉભા થાય છે.