SURAT

સુરત મેટ્રોનો રૂટ લંબાવવા અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય, શહેરની બહાર બનનારા આ પાર્ક સુધી દોડાવાશે

સુરત : (Surat) તાજેતરમાં રાજ્યમાં લોજિસ્ટિક પાર્ક (Logistic park) બનાવવાના આયોજન માટે સ્ટેટ લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટી એન્ડ સ્ટેટ લોજિસ્ટિક સેલની મીટિંગ કરવામાં આવી હતી. જેમાં રાજ્યની તમામ મનપાઓ, અર્બન ઓથોરિટીઓના પ્રતિનિધિઓને હાજર રખાયા હતા, જેમાં સુરત સિટી લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટી પણ આ બેઠકમાં હાજર રહી હતી. સુરત સિટી લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટીના ચેરમેનપદે મ્યુનિ.કમિ.પાનીની નિમણૂંક થઇ છે. કમિ.એ સુરતમાં ‘લોજિસ્ટિક પ્લાન ફોર સુરત સિટી’ (Logistic plan for surat city) બનાવવા માટે જીઆઇડીબીને (GIDB) લેખિત સંમતિ આપી દીધી છે.

  • સચિનમાં બનનારા લોજિસ્ટિક પાર્ક સુધી મેટ્રો દોડાવાશે, બીઆરટીએસનો પણ ઉપયોગ કરાશે
  • લોજિસ્ટિક પાર્ક બનાવવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું, મ્યુનિ.કમિ. ચેરમેન રહેશે
  • આઠ લાખ ચોરસ મીટર જમીન પર આ પાર્ક સાકાર કરાશે
  • બુલેટ ટ્રેનનું સ્ટોપેજ સુરતમાં અંત્રોલી ગામ પાસે આપવા બાબતે વિચારણા

મ્યુનિ.કમિ. પાનીએ જણાવ્યું હતું કે, સુડાના ડી.પી.-2035માં સુરત-પલસાણા હાઇ-વે પર છે. સચીન (Sachin) ઉદ્યોગનગર પાસે લોજિસ્ટિક પાર્ક માટે રિઝર્વેશન (Reservation) મુકવામાં આવ્યું છે. આઠ લાખ ચોરસ મીટર જમીન પર આ પાર્ક સાકાર કરાશે. આ જગ્યા સાથે નેશનલ હાઇવે, સહિતની કનેક્ટિવિટી મળી રહે છે તેથી આ જગ્યા પસંદ કરાઇ છે. આ સાથે લોજિસ્ટિક પાર્કના ભાગરૂપે જ મેટ્રો ટ્રેનનું (Metro Train) પ્લાનિંગ સચિન ઉદ્યોગનગર સુધી લંબાવવાની વિચારણા પણ હાથ ધરાઇ છે. રાજ્ય લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટી એન્ડ સ્ટેટ લોજિસ્ટિક સેલ સાથેની હવે પછીની મીટિંગમાં બુલેટ ટ્રેનનું સ્ટોપેજ સુરતમાં અંત્રોલી ગામ પાસે આપવા બાબતે ચર્ચા કરવામાં આવશે. તેમજ સુરત કડોદરા રોડ સુધી મેટ્રો ટ્રેનનું પ્લાનિંગ લંબાવવાનું તથા તેને અંત્રોલી સુધી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી માટે લંબાવી શકાય કે કેમ? તે અંગેનો મુદ્દો પણ એજન્ડામાં સામેલ કરવામાં આવશે.

બીઆરટીએસના રાત્રે ખાલી પડતા કોરિડોર પર ચાર્જ વસુલી ફ્રેઇટ વાહનો દોડાવવા પણ વિચારણા
મનપાના (SMC) બીઆરટીએસ (BRTS) કોરિડોરનો ઉપયોગ રાત્રિ દરમિયાન, જ્યારે બીઆરટીએસ બસ કાર્યરત ન હોય ત્યારે, ફ્રેઇટ વાહનો માટે ચાર્જ લઇ ઉપયોગ કરવા દેવાની દિશામાં પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. તદ્ઉપરાંત, ફ્રેઇટ મેનેમેન્ટ માટે અર્બન ટ્રાન્સપોર્ટ એકેડેમિક ઇન્સ્ટિટ્યુટોને સર્વે સૂચનો માટે જોડવામાં આવશે.

Most Popular

To Top