સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાનું ચુંટણી (Election)ની જાહેરાત થઇ ગઈ છે. જેની સાથે આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે એવામાં ચૂંટણી પહેલા જનસંચારના માધ્યમોનો દૂરુપયોગ ન થાય એ માટે સુરતમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર નજર રાખવા માટે નાનપુરાના આયોજન ભવન ખાતે મીડિયા સર્ટિફિકેશન ઍન્ડ મોનીટરીંગ કમિટી (MCMC) સેન્ટર (Center) ઉભું કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગ દર્શન હેઠળ MCMC કમિટીની રચના કરવામાં આવી છે, આ સેન્ટર ખાતે વિધાનસભા વિસ્તારમાં કાર્યરત ટી.વી. ચેનલો, F.M. રેડિયો, અને સમાચાર પત્રોનું નિરીક્ષણ કરવામાં આવશે.
અખબારો, T. V. ચૅનલો અને FM રેડિયો સ્ટેશનોનું નિરીક્ષણ કરાશે
MCMCના સભ્ય નિખેલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, આગામી ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતાના ભાગરૂપે મીડિયા મોનીટરીંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અહીં અખબારો, T. V. ચૅનલો અને FM રેડિયો સ્ટેશનોનું નિરીક્ષણ કરવામાં આવે છે, જો જનસંચરના આ માધ્યમો પર ઉમેદવારો તરફથી જાહેરાતો મુકવામાં આવે કે ચેનલો પર એવા કાર્યક્રમ પ્રસાર કરવામાં આવે જે કોઈ એક ઉમેદવારની તરફેણમાં કે કોઈ ઉમેદવારની વિરુદ્ધમાં હોઈ, તો એવા કાર્યક્રમોને રેકોર્ડ કરી એનું નિરીક્ષણ કરવામાં આવશે, ઉપરાંત આ બાબતે કોઈ ગુનાહિત જણાય તો એના વિરુદ્ધ જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત નિખેલેશ ઉપાધ્યાયે મીડિયાને આપેલા પોતાના સંબોધનમાં ફેંક ન્યૂઝ પર પણ પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, મતદાતાને મૂંઝવણમાં મૂકે એવી સામગ્રીઓ પ્રત્યે ગંભીર પગલાં લેવામાં આવશે.
સુરતમાં ચુંટણીની તડામાર તૈયારીઓ
સુરત: ગુજરાત| (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) ની જાહેરાત સાથે જ એક તરફ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે ત્યારે બીજી તરફ ચુંટણી પંચ (Election Commission) દ્વારા પણ આચાર સંહિતાના અમલ સાથે વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં સુરત(Surat) શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં આચાર સંહિતાના ભાગરૂપે 70 ફ્લાઈંગ સ્કવોડ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે, હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાની ચુંટણીને પગલે સ્ટ્રોંગ રૂમ (Strong room ) સીલ (Seal) કરવાની સાથે – સાથે પોલીસ (Police ) બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.