સુરત : (Surat) સરથાણામાં રહેતા યુવાને પોતાના જ પરિવારની (Family Women) મહિલાઓને ફેસબુકમાં (Facebook) ફેક (Fake) આઇડી (ID) બનાવીને વીડિયો કોલ (Video Call) મારફતે પ્રાઇવેટ પાર્ટ (private Part) બતાવીને છેડતી (Teasing) કરી હતી. પરિવારની બે-ત્રણ મહિલાઓને વારાફરતી હેરાન કરવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો છે.
- સરથાણામાં રહેતી પરિણીતાને ફેસબુક પર કૌટુંબિક જેઠ તથા દિયર ઉપરાંત મયુર રિબડીયા નામના યુવકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી
- થોડા દિવસો વાત કર્યા બાદ મયૂરે વિડીયો કોલ કરી પરિણીતાની છેડતી કરી
- આ જ પરિવારની અન્ય ત્રણ મહિલાઓ સાથે પણ મયૂરે આવી જ ગંદી હરકત કરી હતી
- પરિણીતાની ફરિયાદને પગલે સરથાણા પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
- પરિવારનો જ કોઈ યુવક છેડતી કરતો હોવાની પોલીસને આશંકા
બનાવની વિગત એવી છે કે સરથાણામાં રહેતી પરિણીતાના ફેસબુક આઈડી પર ત્રણ મહિના અગાઉ તેના કૌટુંબિક જેઠ તથા દિયર અને મયુર રીબડીયા નામના યુવકે ફેસબુકમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સામેવાળી વ્યક્તિ પરિવારની ઓળખીતી હોવાથી પરિણીતાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યારબાદ તેઓની વચ્ચે વાતો થઇ હતી. બંને ફેસબુકના મેસેન્જર મારફતે વાતો કરતા હતા. થોડા દિવસો વાત કરીને મયુરે મહિલાને વિડીયો કોલ કર્યો હતો અને પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવી છેડતી કરી હતી. મહિલાએ તાત્કાલિક જ વીડિયો કોલ બંધ કરી દીધો હતો અને મયુરને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ મયુરે બીજા બે થી ત્રણ આઇડી બનાવીને તેમાંથી વિડીયો કોલ મારફતે છેડતી કરી હતી. આ મહિલાએ પરિવારની અન્ય મહિલાઓને પણ જાણ કરતા તેઓએ તપાસ કરતા પરિવારની અન્ય મહિલાઓને પણ મયુરે વિડીયો કોલ મારફતે પ્રાઇવેટ પાર્ટ બતાવીને છેડતી કરી હતી.
આખરે આ બાબતે સરથાણા પોલીસે યુવકની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે એક જ પરિવારની મહિલાઓને પ્રાઇવેટ પાર્ટ બતાવીને વિકૃત આનંદ લેનાર કોઇ કૌટુંબિક યુવક જ હોવાની શક્યતા છે. પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.