SURAT

સુરત: છેલ્લાં 10 વર્ષથી પારિવારીક સંબંધી યુવક બીભત્સ કનડગત કરતો હતો, કંટાળીને પરિણીતાએ..

સુરત: અડાજણ (Adajan) ખાતે રહેતી પરિણીતાને તેના પરિચીત અજય ભાલોડિયાએ એકલતાનો લાભ લઈ બાહુપાશમાં જકડી બીભત્સ ઇશારા કર્યા હતા. છેલ્લાં દસ વર્ષથી કનડગત કરતા યુવક સામે છેડતીની ફરિયાદ (Complaint) નોંધાવાતાં પોલીસે (Police) વધારે તપાસ હાથ ધરી છે.

  • યુવકે લગ્ન થઈ ગયા પછી પણ પરિણીતાનો પીછો ન છોડ્યો, પત્નીની ગેરહાજરીમાં છેડતી કરી
  • છેલ્લાં 10 વર્ષથી બીભત્સ કનડગત કરતાં પારિવારીક સંબંધી યુવક સામે પાલનપુરની પરિણીતાની ફરિયાદ
  • ‘તું લગ્ન કરીને આવી ત્યારથી ગમે છે, મારી થઈ જા, નહીં તો પતિના ઘરે પણ નહીં રહેવા દઉં’- યુવકે ધમકી આપી


પાલનપુર જકાતનાકા પાસે રહેતી 33 વર્ષીય નિધીબેન (નામ બદલ્યું છે)એ અડાજણ પોલીસ સ્ટેશનમાં અજય નાનુ ભાલોડિયા (રહે.,રાજકોટ) સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. લગ્ન બાદ નિધી પતિ સાથે વાપી રહેવા ગઇ ત્યારે પ્રથમ વખત નણંદ સાથે અજય તેણીના ઘરે ગયો હતો. ત્યાર બાદ કોઇ ને કોઇ બહાના હેઠળ અજય નિધીના ઘરે આવ-જા કરતો હતો. અને ઘણી વખતે બે-ત્રણ દિવસ રોકાઈને જતો હતો. નિધીના પતિને બાદમાં ભરૂચમાં નોકરી લાગતાં ભરૂચ બસ સ્ટેન્ડની બાજુમાં ભાડેથી રહેવા ગયા હતા. અજય ભરૂચમાં પણ આવ્યો હતો. અને ત્યાં એકલતાનો લાભ લઇ તેને પોતાની બાહુપાશમાં જકડી લઇ તું લગ્ન કરીને આવી ત્યારથી મને ગમે છે, તું મારી થઇ જા, નહીં તો તને તારા પતિના ઘરમાં પણ રહેવા નહીં દઉં એવી ધમકી આપી હતી. નિધીએ તેના પતિને આ અંગે જાણ કરી હતી. જેથી નિધીના પતિએ અજયને સમજાવ્યા પછી પણ તે સુધર્યો નહોતો. ત્યારબાદ નિધીના ઘરમાં પૂજાપાઠ હોવાથી સગાસંબંધીઓ આવ્યા હતા. નિધીના સસરા પણ આવ્યા હતા. અજય મોકો મળે ત્યારે નિધીને ટચ કરતો હતો. 6 વર્ષ પહેલાં અજયનાં લગ્ન રાજકોટ ખાતે થઈ જતાં નિધી પતિ સાથે તેના ઘરે ગઈ હતી. ત્યારે રસોડામાં રસોઇ કરી રહેલી અજયની પત્ની બહાર જતાં પાછળથી પકડી લઇ અશ્લીલ ઇશારા કરી તું મારું કંઇ બગાડી શકવાની નથી. ત્યારબાદ એક વખત નિધી રૂમમાં પુત્રને ફીડિંગ કરાવી રહી હતી, ત્યારે હાથ ધોવાના બહાને રૂમમાં ઘૂસી જઇ બીભત્સ મજાક કરી હતી. આખરે કંટાળી ગયેલી નિધીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top