SURAT

મણિપુર ઘટનામાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાત : સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા અર્ધ નગ્ન થઈ રેલી કાઢવામાં આવી

સુરત: મણિપુરમાં (Manipur) સમગ્ર ભારત (India) દેશને શરમથી માથું નીચું કરાવનાર ઘટના ઘટી જેમાં નિર્દોષ સ્ત્રીઓને નગ્ન કરી તેઓને જાહેર સ્થળો પર ફેરવી તેઓ પર સામુહિક બળાત્કાર (Gang Rape) કરવામાં આવ્યો તે જ રીતે ગુજરાતમાં એક ચોક્કસ સમુદાય અનુસૂચિત જાતિ દલિત વાલ્મિકી સમાજ ની એક બેનને જાહેરમાં હત્યા કરી દેવામાં આવે છે. તે જ રીતે જમીન માટે દલિત સમાજના બે યુવાનોને મોતના ઘાટ ઉતારવામાં આવે છે. દીકરીઓ પર બળાત્કાર થાય છે જેના વિરોધમાં આજે સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા અર્ધ નગ્ન થઈ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ કલેકટરને (Collector Office) આવેદનપત્ર આપી દલીત સમાજની મહિલાઓ (Tribal society) પર થતા અત્યાચાર બંધ કરવા રજુઆત કરવામાં આવી હતી.

કિરીટ વાઘેલા (રાષ્ટ્રીય અધ્યક્ષ, સ્વાભિમાન સંગઠન સંસ્થા) એ જણાવ્યુ હતું કે, ભારત દેશના વડાપ્રધાન ને આવેદનપત્ર પોતાના શરીર પર કપડા ઉતારી અર્ધ નગ્ન હાલતમાં જઈ ને સ્ત્રીઓની પીડા અને દલિત સમાજની પીડા સંભોગ તું આવેદનપત્ર આપ્યુ છે. આવી ઘટનાઓ પર અંકુશ લાગે નિર્દોષ વ્યક્તિઓની હત્યા બંધ થાય સ્ત્રીઓ પર અત્યાચાર બંધ થાય બળાત્કાર બંધ થાય હિંસા બંધ થાય જેવી રજૂઆતો કરી છે.

આ અગાઉ પણ મણિપુરમાં મહિલાઓ જોડે બનેલી શરમ જનક ઘટનાના ઘેરાપ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં ડો.બાબા સાહેબ આંબેડકર દાયિત્વ સમિતિના નેજા હેઠળ આદિવાસી સમાજ દ્વારા જિલ્લા ક્લેકટરને આવેદનપત્ર પાઠવી ઘટનામાં કસૂરવાર આરોપીઓ, ટોળા સહિત પોલીસસ અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં પણ આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ ઘટનાના વિરોધમાં સ્થાનિક પ્રસાશન અને ધારાસભ્યોના વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

ભાવિકા પટેલ (આદિવાસી સમાજની દીકરી)એ જણાવ્યું હતું કે મણીપુરમાં બે મહિલાઓ જોડે દુષ્કર્મ બાદ તેણીને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવવામાં આવેલી ઘટના ખૂબ જ અમાનવીય છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આખો દેશ શરમ અનુભવી રહ્યો છે. આ ઘટનાએ દેશના તમામ લોકોને હચમચાવી દીધા છે. ખાસ આ ઘટનાને લઈ મહિલાઓમાં ભારે રોષ છે. આ ઘટનાને લઇ સુરતમાં પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જેના વિરોધમાં આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દાયિત્વ સમિતિના નેજા હેઠળ સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આદિવાસી સમાજના લોકોએ મોરચો માંડી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી.

Most Popular

To Top