સુરત: સમગ્ર રાજ્યમાં (Gujarat) ચાર પગનો આંતક વધી રહ્યો છે ત્યારે સુરત (Surat) જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામનો એક વિડીયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં ખુંખાર દીપડો (Leopard) આવ્યો હતો શ્વાનનો (Dog) શિકાર કરવા પણ શ્વાનના ટોળાંએ શિકારી દીપડાને ભગાવ્યો છે.
માંગરોળના વેરાકુઇ જલારામ મંદિર નજીક છુપાયેલો ખુંખાર દીપડો શ્વાનના શિકારની ફિરાક માં હતો. ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલાકે રાત્રે પોતાની ટ્રક ઉભી કરી આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી. દીપડાઓ શ્વાન નો શિકાર કરવા ધમપછાડા કર્યા પણ શ્વાન નું ટોળું હોવાથી અંતે દીપડા એ ભાગવાનો વારો આવ્યો હતો. આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયો વેરાકુઇ ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એક તરફ માંગરોળમાં અવારનવાર દીપડો દેખાયાનો વીડિયો સામે આવતા હોય છે. ત્યારે બીજી તરફ શહેરમાં રખડતાં કૂતરાોનો આતંક પણ વધી ગયો છે. જ્યારે આ વીડિયોમાં રખડતાં કૂતરા અવે દીપડો વચ્ચે એક યુદ્ધ જોવા મળે છે. જેમાં રખડતાં કૂતરાઓનું ટોળું દીપડાં પર ભારે પડે છે.
સુરતમાં રખડું કૂતરાંઓનો ત્રાસ ઓછો થવાનું નામ લેતો નથી, પાંડેસરામાં 9 વર્ષના બાળકને કૂતરું કરડ્યું
સુરત(Surat): શહેરમાં ડોગ બાઈટની (DogBite) વધુ એક ઘટના બની છે. આજે સવારે શહેરના પાંડેસરા વિસ્તારમાં 9 વર્ષના બાળકને કૂતરું કરડ્યું છે. બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં (NewCivilHospital) ખસેડવામાં આવ્યો હતો. બાળકની તબિયત સ્થિર છે.
છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેરમાં ડોગ બાઈટના કેસો બની રહ્યાં છે. શેરી મહોલ્લામાં રખડતાં કૂતરાંઓ બાળકોને પોતાના શિકાર બનાવી રહ્યાં છે. ડોગ બાઈટ બાદ હડકવાનો રોગ લાગુ પડતાં કેટલાંક બાળકોના મૃત્યુ પણ થયા છે, તેમ છતાં તંત્રની ઊંઘ ઉડી નથી. માત્ર કાગળ પર જ કાર્યવાહી કરાતી હોઈ તેવું લાગી રહ્યું છે. કારણ કે એક વર્ષ બાદ પણ સ્થિતિ બદલાઈ નથી. હજુ પણ લગભગ રોજ ડોગ બાઈટના કેસ બની રહ્યાં છે.