SURAT

લો બોલો.. યુવક પ્રખ્યાત થવા માંગતો હતો, જેલ જવા માંગતો હતો જેથી તેણે બાળક સાથે કર્યું આ કામ

સુરત: (Surat) શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં સોમવારે સાંજે 8 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજા દિવસે યુવકને બાળક (Child) સાથે ભુસાવલ સ્ટેશન ઉપર પકડી લેવાયો હતો. પુછપરછ દરમિયાન યુવકે મિડીયામાં પ્રખ્યાત થવા માટે તથા મોટી જેલમાં (Jail) જવા માંગતો હોવાથી અપહરણ કર્યું હોવાનું જણાવતા પોલીસ (Police) પણ વિચારમાં પડી ગઈ હતી.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સચીન જીઆઈડીસી ખાતે તલંગપુર ગેટની સામે પંચવટી સોસાયટીમાં રહેતા બિપ્રચરણ પયુ ગૌડા 8 વર્ષીય પુત્રનું સોમવારે પડોશમાં રહેતો રાઘવેન્દ્ર નામનો યુવક અપહરણ કરી લઈ ગયો હતો. મોડી સાંજ સુધી શોધખોળ બાદ બાળક નહીં મળતા રાત્રે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. સચીન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં રાઘવેન્દ્રને બાળકની સાથે ભુસાવલ રેલ્વે સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો. રાઘવેન્દ્રની પુછપરછ કરતા તેનું નિવેદન સાંભળી પોલીસનું મગજ પણ ચકરાવે ચડી ગયું હતું.

રાઘવેન્દ્રએ પુછપરછ દરમ્યાન એવું જણાવ્યું હતું કે, પોતાને એકવાર મોટી જેલમાં જવાની ઇચ્છા છે અને સાથે સાથે પોતે મીડિયા થકી જાણીતો થાય તેવું કોઈ કામ કરવા માંગતો હતો. જેથી આ કારણે તેણે બાળકનું અપહરણ કર્યું હતું. રાઘવેન્દ્રએ પોતાનું આખું નામ રાઘવેન્દ્ર ઉર્ફે ભારત રામશરણ કેવટ (ઉ.વ.૨૦, રહે. રુમ નં.૩૧, ની બાજુમાં પ્લોટ નં.૪૩, પંચવટી સોસાયટી, તલંગપુર ગેટની સામે સચીન જી.આઈ.ડી.સી, સુરત. મુળ. કોરીયા, છત્તીસગઢ) હોવાનું જણાવ્યું હતું. આ કામગીરીમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચ.સી.મસાણી, આર.પી.ચૌધરી, એએસઆઈ રજનીકાંત ખુમાભાઇ, પંકજ સુરેશચંદ્ર, મહેન્દ્રભાઇ ઉદેસિંગ સહિતના પોલીસ કર્મચારીઓએ ટીમવર્કથી જોડાયા હતાં.

બાળકનું અપહરણ કરી રાઘવેન્દ્ર તેને છત્તીસગઢ લઈ જવાનો હતો

આ કામગીરી માટે ટેકનિકલ સર્વેલન્સ ટીમ, ઓપરેશન ટીમ, પેટ્રોલિંગ ટીમ, સી.સી.ટી.વી સર્વેલન્સ ટીમ બનાવી બાળકની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તપાસ દરમ્યાન સીસીટીવી ફુટેજ આધારે પડોશી યુવક બાળકનું અપહરણ કરી લઇ જતા નજરે પડ્યો હતો. યુવકનું નામ તથા મોબાઇલ નંબર મળી આવતા મોબાઇલ નંબરનું લોકેશન મેળવતા જે લોકેશન સોનગઢ ખાતેનું આવ્યું હતું. તે તરફ એક ટીમ રવાના કરાઈ હતી. ત્યાર બાદ ફરીવાર મોબાઇલ લોકેશન ભુસાવળ રેલ્વે સ્ટેશન નજીકનું આવતા સોનગઢ ખાતેની ટીમના માણસો તાત્કાલિક ભુસાવળ (મહારાષ્ટ્ર) રવાના થયા હતા. રાઘવેન્દ્ર બાળકને તેના વતન છત્તીસગઢ લઈ જવાનો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top