SURAT

જે વાહન માલિક સૌરાષ્ટ્રમાંથી કોરોનાના પોઝિટિવ દર્દીને લાવશે તેની સામે ગુનો નોંધાશે

સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કહેરને કારણો હોસ્પિટલો (Hospital) ફુલ છે. ઓક્સિજન કે રેમડેસિવિર ઇન્જેકશન મળતા નથી, જો કે તેની પાછળ શહેરમાં અન્ય વિસ્તારોમાંથી આવી રહેલા કોરોનાના દર્દીઓ મુળભુત કારણ છે. ત્યારે મહારાષ્ટ્રથી (Maharashtra) જે બસ આવે તેમાં કોરોના પોઝિટિવ દર્દી મળે તો બસ (Bus) સંચાલક સામે એફઆઇઆર કરવાની સુચના બાદ હવે સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) પણ રોજે રોજ મોટી સંખ્યામાં દર્દીઓ (Patient) આવી રહ્યાં હોવાની ચર્ચાને પગલે સૌરાષ્ટ્રથી કોરોના પોઝિટિવને લાવનાર વાહન માલિક પર દંડનાત્મક (Fine) કાર્યવાહી કરાશે

18થી વધુ વયના લોકોનું સ્થળ પર રજિસ્ટ્રેશન કરાશે નહીં, લારી-ગલ્લાવાળાને વેક્સિનમાં પ્રાથમિકતા અપાશે
આ ઉપરાંત હાલમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું હોય પરંતુ તમામ ઝોન વિસ્તારમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોના ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ જ રસીકરણ કરવાનું રહેશે, સ્થળ પર રજિસ્ટ્રેશન ન કરવાની સૂચના મનપા કમિશનરે આપી છે. તેમજ સૌથી વધુ સંક્રમણ લારી ગલ્લાવાળાઓના કારણે ફેલાતું હોવાથી તમામ ઝોન વિસ્તારમાં લારી/ગલ્લાવાળા કાર્ડધારકોને વેક્સિન આપવામાં પ્રાથમિકતા આપવા પણ મનપા કમિશનરે તાકીદ કરી છે.

નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ક્ષમતા વધારવા અદાણી ફાઉન્ડેશન દ્વારા વેપોરાઇઝર અપાયા

સુરત: શહેરમાં હાલના સંજોગોમાં ઓક્સિજનની કમી વર્તાઇ રહી છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 3 જેટલા લિક્વિડ ઓક્સિજનમાંથી ગેસ ઓક્સિજન બનાવતા પ્લાન્ટમાં આવેલા વેપોરાઇઝરની ક્ષમતામાં જો વધારો કરવામાં આવે અને તેને અનરૂપ ઓક્સિજન સપ્લાય કંટ્રોલ સ્ટેશન લાગવવામાં આવે તો ઓક્સિજનના જથ્થામાંથી વધુ દર્દીઓને ઓક્સિજન પુરો પાડી શકાય તે માટે 1000 NM3/Hrની ક્ષમતાવાળા 3 વેપોરાઇઝર તેમજ 2 પ્રેશર કંટ્રોલ સ્ટેશન નવી સિવિલ ખાતે પુરા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ અદાણી ફાઉન્ડેશનની આ સહાયથી પ્રેશર ડ્રોપ થયા વગર વધુ દર્દીઓને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા તથા લિક્વિડ ઓક્સિજનને પાઇપ મારફતે ઉપર જતું રોકવામાં મદદ થશે અને તેને લઇને મોટા અકસ્માતને પણ નિવારી શકાશે. હાલમાં વધુ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લેતા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં વધુમાં વધુ 750 દર્દીઓ, જુના બિલ્ડિંગમાં વધુમાં વધુ 450 દર્દીઓ અને કિડની હોસ્પિટલમાં વધુમાં વધુ 300 દર્દીઓ રાખી શકાય તેમ છે. આ સાધનો લાગવાથી દર્દીઓની સંખ્યા અનુક્રમે 900, 700 અને 600 સુધી લઇ જઇ શકાશે.

Most Popular

To Top