SURAT

પ્રેમ લગ્ન કરનાર યુવતીને પિતાએ રિસેપ્શન આપશું કહીને સુરત બોલાવી અને બીજા લગ્ન કરાવી દીધા

સુરત: (Surat) મહારાષ્ટ્ર ખાતે રહેતા યુવકે તેના સમાજની યુવતી (Girl) સાથે કોર્ટમાં (Court) પ્રેમ લગ્ન (Court Marriage) કરી લીધા હતા. યુવતીના પિતા લગ્ન મંજુર નહી હોવાથી યુવતીને સારી રીતે રિસેપ્શન (Reception) આપીશું તેમ કહીને સુરત લઈ આવ્યા હતા. બાદમાં તેના બીજા લગ્ન કરાવી દેતા લગ્ન મંડપની બહાર જ તેનો પહેલો પતિ આવી પહોંચતા તમાશો થયો હતો. અને અંતે યુવકે યુવતી તથા તેના પિતા સહિત 5 સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • મહારાષ્ટ્રમાં યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર યુવતીને પિતાએ રિસેપ્શનના બહાને સુરત બોલાવી બીજા લગ્ન કરાવી દીધા
  • યુવક અને તેના પરિવાર સામે યુવતીના પિતાએ અપરણની ફરિયાદ આપી હતી
  • યુવકે તેની પત્ની અને તેના પરિવારના સભ્યો સામે ડિંડોલીમાં ફરિયાદ નોંધાવી
  • પહેલો પતિ લગ્ન મંડપની બહાર આવી પહોંચતા તમાશો થયો

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના ઘાટકોપર કાજુપાડામાં સુભદ્રા નિવાસમાં ૨હેતા 33 વર્ષીય સ્વપ્રિલ તાનાજી સાબલે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને ગત 24 ડિસેમ્બર 2017 માં તેના જ સમાજની રીના નરવડે નામની યુવતી સાથે આંખો મળી જતા બાંદ્રા પુર્વ નિર્મલ નગરમાં મંદિરમાં લગ્ન કરી કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. કોર્ટમાં લગ્ન કર્યા પછી યુવતી સ્વપનિલના ઘરે રહેતી હતી. રીનલના પિતાએ સ્વપનિલને તેમની દિકરીને સુરત પરત મોકલી આપો તેમના ધામધુમથી લગ્ન કરાવી રિસેપ્શન આપશે તેવું કહ્યું હતું. દિકરીને લઈ ગયા પછી કોઈ ફોન ઉપાડતું નહોતું. અને બાદમાં 7 ફેબ્રુઆરી 2018ના રોજ રીનલના અપહરણની ફરિયાદ સ્વપ્નિલ અને તેના પરિવારની સામે નોંધાવી હતી. જેમાં પોલીસે અટકાયત કરતા કોર્ટમાંથી જામીનમુક્ત થયા હતા.

ત્યારપછી 29 જાન્યુઆરી 2023 ના રોજ સ્વપ્નિલે ઇન્સ્ટાગ્રામ ઉપર રીનલના 31 જાન્યુઆરીએ બીજા લગ્નની પત્રિકા જોઈ હતી. જેથી સ્વપ્નિલ અને તેની બહેનો સુરત આવ્યા હતા. રીનલના લગ્ન મંડપની બહાર ઉભા હતા. ત્યારે સ્વપનિલે તેની મામી અને રીનલની મોટી બહેનને રીનલના તેની સાથે છુટાછેડા થયા નથી છતા બીજા લગ્ન કેમ કરો છો તેમ કહેતા તેમને સ્વપનિલને ત્યાંથી ચાલી જવા માટે કહ્યું હતું. નહીતર સારુ નહી થશે તેમ કહીને બોલાચાલી કરી ગાળો આપી હતી. અને ફરીથી અહીં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. આખરે સ્વપ્નિલ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા ડિંડોલી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. બાદમાં સ્વપ્નિલે રીનલ તાનાજી સાબલે, રમેશ વિષ્ણુ નરવડે, સુનીતા વિષ્ણુ નરવડે, તેજલ રમેશ નરવડે, અનિકેત બોરાડે (રહે- ઘ૨ નં.૪૦૪ રામાયણ પાર્ક સીએનજી પંપ પાસે નવાગામ ડિડોલી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top