SURAT

કાપોદ્રાની સ્કૂલના કમ્પાઉન્ડમાં દારૂ વેચતા બે બુટલેગર પકડાયા

સુરત (Surat) : ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ તે માત્ર કાગળ પર જ છે. બધા જ જાણે છે કે ગુજરાતમાં દારૂ સરળતાથી મળી રહે છે. તેમાંય સુરત સહિત દક્ષિણ ગુજરાત તો દારૂ માટે બદનામ છે, પરંતુ હવે તો હદ થઈ છે. બુટલેગરોના અડ્ડા પર દારૂ વેચાતો હોય તે તો સમજી શકાય પરંતુ સુરતમાં હવે શાળાઓમાં પણ દારૂ વેચાવા માંડ્યો છે. સુરતની એક સ્કૂલમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે બે બુટલેગરને પકડ્યા છે.

  • સરસ્વતીના મંદિરમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ : શાળાના ટોયલેટમાંથી જથ્થો ઝડપાયો
  • શાળાના કમ્પાઉન્ડ પાસે દારૂ ખુલ્લેઆમ વેચવામાં આવતો હતો
  • કાપોદ્રાની સર્વોદય વિદ્યાલયમાંથી પોલીસે 1.40 લાખનો વિદેશી દારૂ સહિતની માલ મત્તા પકડી પાડી
  • શાળામાં પોલીસે રેડ કરી બે ઇસમની ધરપકડ કરી, બે લોકો વોન્ટેડ

કાપોદ્રા (Kapodra) ખાતે આવેલી સર્વોદય વિદ્યાલયના (Sarvoday Vidhyalay) ટોયલેટમાં (Toilet) સંતાડેલો દારૂનો (Liquor) જથ્થો પોલીસ (SuratPolice) દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા બે ઇસમની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. તેમાં શાળાના કમ્પાઉન્ડ પાસે દારૂ ખુલ્લેઆમ વેચવામાં આવતો હતો. પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બે લોકો વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે. તેમાં ચંદન અને મુકેશ નામના ઇસમ વોન્ટેડ હોવાની વિગત પોલીસે જણાવી હતી. જ્યારે બે ઇસમ સ્થળ પરથી ભાગી ગયા હતા. દરમિયાન સ્થળ પરથી પોલીસે 1.40 લાખનો વિદેશી દારૂ સહિતની માલ મત્તા પકડી પાડી હતી.

પોલીસે ઝડપી પાડેલા ચંદનસિંહ ભવરસિંહ સીસોદીયા (રહે. સુરત, કાપોદ્રા, સ્નેહ મુદ્રા પોપડા પાસે ઝુપડામાં, મુળ રહે. નયટાપરા ગામ, પોસ્ટ-ભાસોર, તા-સાગવાડા, જી-ડુંગરપુર, રાજ્ય- રાજસ્થાન (વિદેશી દારૂનો વેચાણ કરનાર નોકર) જ્યારે વોન્ટેડ આરોપીમાં 1. મુકેશભાઇ ઉર્ફે આમલેટ ઓમપ્રકાશ શર્મા (રહે, સુરત શહેર, કાપોદ્રા, સ્નેહ મુદ્રા પોપડા પાસે ઝુંપડામાં, પૂણા ગામ (વિદેશી દારૂનો જથ્થો આપનાર મુખ્ય આરોપી) (લિસ્ટેડ બૂટલેગર) 2. શિવો જેના પુરા નામઠામની ખબર નથી તે (વિદેશી દારૂનો વેચાણ કરનાર નોકર) 3. રાજુ જેના પુરા નામઠામની ખબર નથી તે (વિદેશી દારૂનું વેચાણ કરનાર નોકર) ની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top