SURAT

સુરતમાં લાલુ જાલિમના મળતિયાઓના કોસાડ આવાસમાં પંદર કરતા વધારે દારૂના અડ્ડા

સુરત: (Surat) પોલીસ કમિશનર અજય તોમરના (Police Commissioner Ajay Tomar) આક્રમક વલણને કારણે હાલમાં અંડર વર્લ્ડ ડોન લપાઇ ગયા છે. અલબત અમરોલી પીઆઇની (Amroli PI) અણઆવડત અને માથાભારે ડીસ્ટાફમાં કૃષ્ણવદન અને હરિપાલ જેવા કુખ્યાત જમાદારોને કારણે કોસાડ આવાસમાં લાલુ જાલિમના પંદર કરતા વધારે દારૂના અ઼ડા (Liquor den) ધમધમી રહ્યા છે. આમ જેલમાં બેસીને પણ લાલુ જાલિમ તેની આવક ચાલુ રાખવામાં સફળ રહ્યો હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. આ ઉપરાંત કોસાડમાં હાલમાં પચાસ કરતા વધારે દારૂના અડા ચાલી રહ્યા છે. જ્યારે અમરોલીની હદમાં દોઢસો દારૂના અડ્ડા હોવાની વાત છે. તેમાં મહિનાનું સેકશન પોણો કરોડ કરતા વધારે હોવાની ચર્ચા છે. દરમિયાન હાલમાં સત્તાશીન પીઆઇની અણઆવડતને કારણે સરવાળે લાલુ જાલિમ જેવા લુખ્ખાઓ પોષાઇ રહ્યા છે. આ મામલે અગાઉ કમિ અજય તોમર દ્વારા ઇન્કવાયરી પણ સોંપવામાં આવી હતી.

  • કમિ તોમર એક તરફ ગુનેગારોને ગુજસીટ કોકમાં નાખી રહ્યા છે, બીજી તરફ અમરોલી ડીસ્ટાફ લાલુ જાલિમને પોષી રહ્યો છે
  • આખા કોસાડમાં 50થી વધાર અને અમરોલીની હદમાં 150થી વધુ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે

ખેરગામમાં રીક્ષામાંથી 25 હજારથી વધુનો દારૂ ઝડપાયો

ખેરગામ : દિવાળીના તહેવારના ગણતરીના જ દિવસો બાકી રહેતા બુટલેગરો ફરી સક્રિય થયા છે. પિયાગો રીક્ષા GJ.15.TT 7910 નંબરવાળી રીક્ષા દમણથી દારૂ ભરી ધરમપુર થઈ રાનકુવા તરફ જઈ રહી હતી. તે દરમ્યાન ખેરગામ પોલીસે બાતમીના આધારે વડપાડા ચાર રસ્તા પાસે રીક્ષા રોકી તપાસ કરતા રીક્ષામાંથી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ 346 જેની કિંમત 25.250 રીક્ષાની કિંમત 50 હજાર મોબાઈલ મળી કુલ્લે 81.250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ઉદવાડા આમલી ફળીયા અને મૂળ ઉત્તરપ્રદેશનો રીક્ષા ચાલક મુસ્તકિમ અહમદની ધરપકડ કરી હતી. જ્યારે માલ ભરાવનાર અને મગાવનારને વોન્ટેડ કરી આગળની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના મહિલા પીએસઆઈ એસ.એસ.માલ કરી રહ્યા છે.

Most Popular

To Top