સુરતઃ લાંબા સમય બાદ સુરતના જિલ્લા રજિસ્ટ્રાર (ધિરનાર) દ્વારા વ્યાજખોરો સામે પગલાં ભરવા આવ્યા છે અને મંજૂર લાયસન્સની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી સામાન્ય ગરજવાન લોકોનું શોષણ કરનાર 6 શ્રોફ પેઢીઓનાં લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ગુજરાત નાણા ધિરનાર કરનાર બાબતના અધિનિયમ-૨૦૧૧ તથા નિયમો ૨૦૧૩ અંતર્ગત એપ્રિલ-મે મહિના દરમિયાન સુરત શહેરના છ શાહુકારોએ તેમના લાયસન્સ નિબંધક અને જિલ્લા ધીરધાર(ધીરધાર) પાસે જમા કરાવ્યા છે. જેથી આ છ જેટલા શાહુકારોના લાયસન્સ રદ કરી નાંખવામાં આવ્યા છે.
જિલ્લા રજિસ્ટ્રારે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યકિતએ આ શાહુકારો સાથે નાણાકીય વ્યવહારો કરવા નહીં, જો કરશે તો તે વ્યવહારો ગેરકાયદે ગણાશે. આ લાયસન્સ બાબતે કોઈ શાહુકારો પ્રજાજનો સાથે ગેરવર્તણુક કરે તો તેની જાણ જિલ્લા ધીરધાર સહકારી મંડળોઓ, એ-બ્લોક, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન-૨, ચોપાટી પાસે, અઠવાલાઈન્સને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
આ પેઢીના લાયસન્સ રદ કરી દેવાયા
(1) હીરાબાગ ખાતે આવેલા રાજવીર જવેલર્સના આટયા શારદાબેન ખુમાભાઈ તથા જવાબદાર આટયા ખુમાભાઈ પદમાભાઈ
(2) લાલદરવાજા ખાતે આવેલી પેઢીના ચોકસી અમીતકુમાર શાહના પોપટલાલ વિરચંદ જવાબદાર અમીતકુમાર શાહ, મીરલકુમાર તથા હીરાભાઈ શાહ
(3) પુણાગામની ગંગાનગર સોસાયટી ખાતે આવેલ ચોકસી વિનસ જવેલર્સના બોકા સુખીબેન વગતાભાઈના જવાબદાર વગતાભાઈ માનાજી બોકા
(4) પાલનપુર જકાતનાકા મંગલદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલા મધુવન જવેલર્સના ગૌતમ હસ્તીમલ જૈન
(5) લિંબાયતના મદનપુરા, શીવાજીનગર ખાતે આવેલા મહાદેવ જવેલર્સના નરસિંહભાઈ પઢીયાર
(6) ભટાર આઝાદનગર રોડ ખાતે, વિશ્વકર્મા મંદિરની સામેના ટેનામેન્ટમાં આવેલ ઓમ જવેલર્સના કૈલાશકુમાર ગણેશરામ જવાબદાર દિનેશકુમાર ગણેશરામ