Charchapatra

સેવાકીય પ્રવૃત્તિ ઓમાં  સુરત મોખરે

વ્યકિત  ભેગી મળી ને  કુટુંબ બને છે. સમાજ વ્યવસ્થા નો પાયો  કુટુંબ છે. કુટુંબ  ભેગાં  મળીને  સમાજ ની રચના થાય છે. આમ, સમાજ સુધારણાના  હેતુ માં  વ્યક્તિ થી સમષ્ટિ  તરફ ની ગતિ હોવી જોઇએ. સુરત માં કેટલીય  સામાજિક  સંસ્થાઓ  દ્વારા  બ્લડ ડોનેશન કેમ્પ , જરૂરિયાતમંદોને અનાજ, કપડાં  વિતરણ સહાય , કુટુંબ સલાહ કેન્દ્ર  જેવી પ્રવૃત્તિ ઓ નિત્ય નિરંતર ચાલતી રહે છે.તેનાં  બદલામાં  કેટલાંક ને અહીં  દામ મળે છે તો  કેટલાંક ને  કામ તો વળી  કેટલાક ને  નામ  મળે છે. અને  કેટલાક તો આ બધાં થી પર રહીને  તદ્દન  નિ:સ્વાર્થ ભાવે કામ કરે છે .

સમાજ સેવાનાં  ભેખધારીઓ નો  સુરત માં જોટો  જડવો મુશ્કેલ છે. પરંતુ કેટલીક  વ્યક્તિઓ સમય પસાર કરવા આવી સંસ્થા માં  જોડાઈ  પોતાના  સમય નું દાન  પણ કરતી હોય છે. NGO માં  જોડાનાર જયારે  કુટુંબ ને ભોગે  કોઈ પણ  કામગીરી કરે ત્યારે  કુટુંબો તૂટતાં જાય છે  અને  “ ઘર બાળીને  તીરથ  કરવાં જવું “ અને “ ઘરનાં  છોકરાં  ઘંટી ચાટે ને  ઉપાધ્યાય ને  આટો આપે” તેવી  પરિસ્થિતિ નું  સર્જન પણ થતું હોય છે. જે ચંદ્રમા ને પણ ડાઘ છે  તે બતાવે છે.
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

બચત કરો તો જ મોંઘવારીથી થોડા બચશો
આવક કરતા ખર્ચ ન વધી જાય તે જ પહેલું સંપત્તિ સર્જન. મોંઘવારી ગતિશીલ હોય છે. જ્યારે આવક નિશ્ચિત હોય છે. મોંઘવારી ચાર ડગલા આગળ હોય તો આવક જેમ થી તેમ રહે છે. મોંઘવારીને પગ હોય છે. જ્યારે આવક એક સ્ટેચ્યુ સમાન છે. અમારા જેવા સુપર સીનીયર માણસને મોંઘવારી ખુબ લાગે છે કારણકે મારી પાસે લેબ્રેટા સ્કુટર હતુ તેમા પહેલી વખત પેટ્રોલ ભરાવ્યુ ત્યારે 1 લીટરનો ભાવ ફરકત 92 નવા પૈસા હતા એટલે કે 1 રૂપિયામાં 8 નવા પૈસા ઓછા ખાંડનો થાય 1 કિલોના 10 આના હતા. જ્યારે આજે દરેક ક્ષેત્રમાં મોંઘવારી કુદકેને ભુસકે વધી ગઈ છે.

તમે કેટલા સાંધા મારો જ્યારે આખું કપડું જ ફાટી ગયું હોય ત્યારે સાંધા ચાલે નહિં. જીવનનું કામકાજ ટ્રાફિક સિંગ્નલ જેવું છે જેને ‘Left’ જવું છે નેને સડસડાટ જવાશે જેને ‘Right’ જવું છે તકલીક તેને જ છે જેના 2 નંબરના ધંધા છે. તેને મોંઘવારી સાથે કોઈ સ્થાન સૂનકશે. સંબંધ નથી. નહતો પણ આજે મોટી હોટલમાં શનિ-રવિ જાય છે. જેથી પાસે ફાર્મ હાઉસ છે. તે તેનો ઉપયોગ કહે છે. તેઓને મોંઘવારી લાગતી નથી. તેવી રીતે હાલમાં સોના ચાંદીમાં રોકાણનો તેજ વધી ગયો છે. તેઓ ઉઠલ પાઠલમાં લાખો રૂપિયા કમાય છે. મોંઘવારી ફકત સામાન્ય માણસને લાગે છે.
સુરત     – મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top