SURAT

સુરતના વેપારીને ધમકી ‘લોરેન્સ બિશ્નોઈ ગૃપ સે સુખા બોલ રહા હું, 5 લાખ ચાહીએ વરના 24 ઘંટે મેં તુ ખતમ’

સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચે (Crime Branch) હાલમાં જ લોરેન્સ બિશ્નોઈ ગેંગના (Lawrence Bishnoi Gang) સાગરીતોને સુરત ખાતેથી ઝડપી પાડ્યા હતા. ત્યાં વરાછાના કાપડ વેપારીને આ ગેંગ ના સુખા સોપુએ વોટ્સએપ કોલ કરીને 5 લાખની ખંડણી (Ransom) માંગી હતી. જો પૈસા નહીં આપે કો 24 કલાકમાં તેની હત્યાની પણ ધમકી આપતા વરાછા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોતરાઈ છે.

  • ‘લોરેન્સ બિશ્નોઈ ગૃપ સે સુખા સોપુ બોલ રહા હું, 5 લાખ ચાહીએ વરના 24 ઘંટે મે તું ખતમ’
  • વેપારીને વોટ્સએપ કોલ પર ‘અભી સિદ્ધુ મુસેવાલા કા મર્ડર કીયા હે, વો લોરેન્સ બિશ્નોઈ’ એમ કહ્યું
  • બિશ્નોઈ ગેંગ દ્વારા વરાછા કાપડ વેપારીને ધમકી એટલે પોલીસ અને કાયદા વ્યવસ્થાને પડકાર
  • સલમાનને ધમકી આપનાર લોરેન્સ ગેંગની વરાછાના કાપડ વેપારીને ધમકી

વરાછા ખાતે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય કેતનભાઈ રમેશભાઈ ચૌહાણ મોટા વરાછા સુદામા ચોક પાસે તુલસી આર્કેડમાં હેપ્પી શો નામથી સાડીનો વેપાર કરે છે. દરમિયાન ગત 16 તારીખે રાત્રે સવા અગ્યાર વાગે તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન ઉપર સામેથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સે સુખા સોપુ બોલ રહા હું તેમ કહ્યું હતું. એટલે વેપારીએ સહજતાથી કોણ લોરેન્સ બિશ્નોઈ તેમ પુછતા સામેવાળાએ અભી સિદ્ધુ મુસેવાલા કા મર્ડર કીયા હૈ ન વો લોરેન્સ બિશ્નોઈ, 5 લાખ રૂપિયે ચાહીયે વરના 24 ઘંટે મે તેરા મર્ડર હો જાયેગા તેવી ધમકી આપી હતી.

વેપારીએ તેની પાસે પાંચ લાખ નથી તે નોકરી કરે છે તેમ કહેતા ફોન કાપી નાખ્યો હતો. બાદમાં વેપારીએ વોટ્સએપ જોતા કોણ જી, હેલો લખેલા મેસેજ હતા. તથા લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સુખા સુપા ગ્રુપ લખેલા મેસેજ હતા. વેપારીએ આ અંગે તેના મિત્ર હિતેષને વાત કરતા આ નંબર ઉપર ફોન કરીને વાત કરાવી હતી. હિતેષે ફોન કરીને કોણ જતીનભાઈ બોલો તેમ પુછતા સામેવાળાએ લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સે સુખા સુપા બોલ રહા હું તેમ કહેતા હિતેષે રોન્ગ નંબર તેમ જણાવતા દેખ કે લગાયા કરો વરના ચકરી આ જાયે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. જેથી ગભરાઈ ગયેલા વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

લોરેન્સ બિશ્નોઇ અંગે સોસિયલ મિડીયા અને ગુગલ પર સર્ચ કરીને જોયુ
વેપારી કેતન ચૌહાણે શરૂઆતમાં તો તેને આ ફોન ખૂબ જ સહજતાથી લીધો હતો. વેપારીને લોરેન્સ બિશ્નોઈ અંગે કોઈ જાણ નહોતી. જેથી ફોન પર જ પૂછ્યું હતું કે કોણ છે લોરેન્સ બિશ્નોઈ. પરંતુ ધમકીનો ફોન પૂરો થઈ ગયા બાદ આ અંગે વેપારીએ તેના મિત્રોને જાણ કરી હતી. અને સોશિયલ મીડિયામાં તેના અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સિદ્ધુ મુસેવાલા અને સલમાન ખાનને ધમકી આપનાર ખૂંખાર ગેંગસ્ટર છે. જેને લઇ વેપારી ચિંતામાં મુકાયા હતા અને ત્યારબાદ તે ગભરાઈ ગયો હતો.

લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ જે સ્ટાઈલમાં ધમકી આપી રહ્યા છે એ કાયદા વ્યવસ્થા અને પોલીસ બંનેની મજાક ઉડાવનારી છે. બિશ્નોઈ ગેંગસ્ટર છે અને પંજાબી ગાયક તથા કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી છે. તેના સાગરીતોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. ત્યાં બિશ્નોઈ પોતે જેલમાં બેઠો બેઠો ઇન્ટરન્યુ આપે અને ટોચના ફિલ્મ સ્ટારને મારી નાખવાની ધમકી આપે અને તેના સાગરીતો હજી પણ વેપારીઓને ધમકાવી ખંડણી માંગે અને મારી નાખવાની ધમકી આપે તેનાથી વધારે શરમજનક કઈ નથી.

Most Popular

To Top