SURAT

સુરતમાં કરોડોની જમીન પચાવવાના કૌભાંડમાં પોલીસે મુંબઈ રહેતા પારસી માલિકોને બોલાવ્યા

સુરત: (Surat) અઠવા સબરજીસ્ટ્રારના કરોડોના દસ્તાવેજ કૌભાંડમાં (Scam) ક્રાઈમ બ્રાંચે (Crime Branch) તપાસ શરૂ કરતા અત્યાર સુધી પાંચ જણાના નિવેદનો લેવાયા છે. જેમાં સિંગણપોરની જમીનની માલિક અને એક સાક્ષીનું નિવેદન લેવાયું હતું. આ સિવાય વેસુ અને ખજોદની જમીનના (Land) તમામ મુળ પારસી માલિકો મુંબઈ રહેતા હોવાથી ક્રાઈમ બ્રાંચે તેમના નિવેદન લેવા માટે બોલાવ્યા છે.

  • સરકારી કચેરીના રેકોર્ડના આધારે આગળની તપાસ ચાલશે : એસીપી સરવૈયા
  • જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી ઓરીજનલ દસ્તાવેજ ગાયબ કરી અન્ય દસ્તાવેજની એન્ટ્રી કરાવી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કૌભાંડ

અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી ઓરીજનલ દસ્તાવેજ ગાયબ કરી અન્ય દસ્તાવેજની એન્ટ્રી કરાવી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવતા અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ તપાસ ક્રાઈમ બ્રાંચના સોંપતા જ ક્રાઈમ બ્રાંચના એસીપી આર.આર.સરવૈયા દ્વારા સબરજીસ્ટ્રાર કચેરીમાં સબરજીસ્ટ્રાર અને બે પટ્ટાવાળાના નિવેદન લીધા હતા. આ સિવાય સિંગણપોરની જમીનની માલિક અને સાક્ષીનું નિવેદન લેવાયું છે. ખજોદ, વેસુ અને ડુમસની જમીનના મુળ માલિક મુંબઈમાં રહે છે. જેથી ક્રાઈમ બ્રાંચે તેમના નિવેદન નોંધવા માટે તેમને બોલાવ્યા છે. એસીપી સરવૈયાએ જણાવ્યું હતુ કે, આ રેવન્યુ મેટર હોવાથી તેના ઘણા ડોક્યુમેન્ટ કલેક્ટર કચેરીમાંથી મંગાવ્યા છે. આ કાગળ આવ્યા બાદ તેના આધારે આગળની તપાસ કરાશે.

દુકાનમાંથી અઢી લાખનો સામાન સગેવગે કરી દેનાર કારીગર સહિત બે પકડાયા
સુરત : વરાછાના ગ્લોબલ માર્કેટમાં ટુકડે ટુકડે રૂ.2.25 લાખનો સામાન ચોરી બારોબાર બીજા વેપારીને વેચી દેનાર કારીગર સહિત બેને પોલીસે પકડી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ પાલનપુર ગામ નક્ષત્ર પ્લેટિનિયમમાં રહેતા સંજયકુમાર જાટુમન જામનાણી (ઉં.વ.૪૨) વરાછા ગ્લોબલ માર્કેટમાં ગુડ ડે ફેશનના નામે વેપાર કરે છે. તેમની દુકાનમાં રાંદેરના રામનગરમાં રહેતો નરેશ મોતીલાલ આહુજા છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો હતો. દુકાનની એક ચાવી નરેશની પાસે જ હોય છે. સંજયકુમાર થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર જઇ પરત આવ્યા ત્યારે દુકાનમાંથી નરેશ દુકાન સવારે ખોલી એક કલાકમાં જ જતો રહ્યો હતો. તપાસ કરતાં દુકાનમાં ઓછો સ્ટોક જણાયો હતો. આ બાબતે નરેશને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. નરેશે દુકાનમાંથી 2.25 લાખનો સામાન ચોરી કરી અન્ય વેપારીને સસ્તામાં વેચી દીધો હતો. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નરેશ આહુજા તેમજ તેના વેપારી સસ્તામાં માલ ખરીદનારા અબુબકર ગુલામ મોયુદિન શેખની ધરપકડ કરી હતી.

Most Popular

To Top