SURAT

કચરો વિણતી મહિલા કચરાના ઢગલામાં દટાઇ! પણ મહિલા ડમ્પિંગ સાઈટ સુધી પહોંચી કેવી રીતે?

સુરતઃ (Surat) મનપાના કતારગામ ઝોનમાં અમરોલી ખાતે શ્રીરામ ચાર રસ્તા નજીક ડમ્પિંગ સાઇટમાં (Dumping Site) મંગળવારે એક કચરો વિણતી મહિલા ઇજારદારની બેદરકારીના (Negligence) પગલે કચરાના ઢગલા સાથે દાટાઇ ગયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી, સમયસર જાણ થતા મહીલાને તો 108 બોલાવી હોસ્પિટલ ખાતે પહોંચી કરાતા જીવ બચી ગયો હતો પરંતુ મનપાની ડંપીંગ સાઇટ પર કર્મચારી નહી હોવા છતા આ મહીલા (Lady) અંદર સુધી કેવી રીતે પહોંચી ગઇ ? તેવા સવાલ સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઇજારદારને બેદરકારી અંગે ખુલાસો રજૂ કરવા શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કેમકે આ ઘટનાથી ડંપીગ સાઇટ પર સીકયુરીટીમાં ગાબડા હોવાનું જણાય રહયું છે.

વિસ્તૃત વિગતો મુજબ અમરોલીના શ્રીરામ ચાર રસ્તા નજીક મનપાની ગાર્બેજ ડંમ્પિંગ સાઇટ છે ત્યા અંદર સુધી પહોંચી ગયેલા એક કચરો વિણતી મહિલા ટ્રેક્ટર ચાલકના ધ્યાનમાં નહી આવતા તેના પર કચરો ઠાલવી દેવાયો હતો. મહીલા દબાયેલી હતી અને આ કચરો ઉઠવતા જેસીબી ઓપરેટરે બકેટમાં કચરા સાથે તેને ઉઠાવીને અન્ય જગ્યાએ કચરાના ઢગલામાં ફેંકતા વધુ એક વખત કચરામાં તે દટાઇ હતી. દરમિયાન તેની સાથે કચરો વિણવા આવેલી તેની બહેનને જાણ થતા બુમાબુમ કરી હતી અને હાંફળા ફાંફળા થયેલા કોન્ટ્રાકટરના લોકોએ શોધખોળ કરતા મહિલાનો અવાજ આવતા કચરાના ઢગલા નીચેથી તેને બહાર કાઢી લેવાઇ હતી. અર્ધબેભાન અવસ્થામાં તેને સારવાર માટે હોસ્પલ લઇ જવાયા બાદ તેનો જીવ બચી ગયો હતો. મનપાની ટ્રાન્સ્પોર્ટ સાઇટ ખુબ સેન્સેટિવ સ્પોટની ગણતરીમાં આવે છે. આમ છતા સીકયુરીટીમાં ગાબડા હોવાથી આ મહિલા કોઇ કર્મચારી ન હોવા છતાં તે ડમ્પિંગ સાઇટ સુધી પહોંચી ગઇ હબોય ઇજારદારનો ખુલાસો મંગાયો છે.

Most Popular

To Top