SURAT

કોસમાડીમાં આદિવાસીઓ અને પટેલો વચ્ચે ધીંગાણું

કામરેજ: (Kamrej) ધુળેટીના દિવસે કોસમાડી આદિવાસીઓ (Tribal) અને પટેલો વચ્ચે ઝઘડો થતાં કામરેજ પોલીસે (Police) બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ આઠ લોકોની ધરપકડ કરી હતી. કામરેજ તાલુકાના કોસમાડી ગામે નવા ફળિયામાં ધવલ સુરેશભાઈ પટેલ રહે છે. ગામમાં રહેતા ઉક્કડ રાઠોડ ધવલને ત્યાં દસ વર્ષથી ખેતીનું મજૂરીકામ કરે છે. ચાર દિવસ અગાઉ ઉક્કડ રાઠોડની બાજુમાં રહેતા દિલેશ વસાવાના કહેવાથી ભીખા રાઠોડે ઉક્કડ રાઠોડને માર્યો હતો.

  • કોસમાડીમાં આદિવાસીઓ અને પટેલો વચ્ચે ધીંગાણું
  • લાકડાં અને લોખંડના સળિયા ઊછળ્યાં, આઠ લોકોની ધરપકડ

ધુળેટીના દિવસે સાંજના 4 કલાકે ધવલ ગામમાં જતાં દિલેશ વસાવા મળતાં તમે કેમ ઉક્કડ રાઠોડને માર મરાવો છો તેમ કહેતાં હજી મરાવીશ, તું શું કરી લઈશ તેમ કહીને ગમે તેમ બોલવા લાગ્યો હતો. ધવલના પિતા પણ ત્યાં આવી જતાં સુરેશભાઈને ગાળો બોલવા લાગી ગયો હતો. બાદ પિતા-પુત્ર ગામમાં જતા રહ્યા હતા. ગામમાં પાદર પર ફળિયાના લોકો ભેગા થયા હોવાથી ધવલ ત્યાં ગયો હતો. બધા બેસીને વાતો કરતા હતા. ત્યારે વસાવા ફળિયામાં રહેતા લોકો સહિત બી.ટી.એસ.નો લાલુ સહિત 22થી 25 લોકોનું ટોળું લાકડાના ફટકા, લોખંડના સળિયા સાથે આવીને તમે બહુ ફાટી ગયેલા છો. આજે તમને છોડવાના નથી તેમ કહી જાતિવિષયક ગાળો આપી મારવા લાગ્યા હતા.

ઉપરાંત છૂટ્ટા પથ્થરો મારવા લાગ્યા હતા. આમ, સામસામે મારામારી થતાં દિલેશ વસાવાએ લોખંડનો સળિયો વિજય બાબુ પટેલને માથામાં મારી દીધો હતો. નિકુંજ લાકડાનો સપાટો મિથુન યોગેશ પટેલના માથામાં મારી દીધો હતો. રાજુ રમેશ વસાવાએ કપીલ રણજીતભાઈ પટેલને માથા, હિતેશ રાકેશ વસાવાએ સુશીલ રમેશભાઈ પટેલને માથામાં સપાટો મારી દીધો હતો. આમ બંને પક્ષે મારામારી થતાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કામરેજ પોલીસ બંને પક્ષની સામસામે ફરિયાદ લીધી હતી. ધવલ પટેલની 25 લોકો સામે રાયોટિંગની ફરિયાદ તેમજ સામે પક્ષે દિલેશ વસાવાની એટ્રોસિટી એક્ટ હેઠળ 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંને પક્ષના મળી કુલ 8ની ધરપકડ કરી હતી.

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ
દિલેશ કાળુભાઈ વસાવા, રાજુ રમેશભાઈ વસાવા, સુનીલ રમેશભાઈ વસાવા, રીટાબેન દિલેશભાઈ વસાવા, હિતેશ કાળુભાઈ વસાવા, યોગેશ વસાવા, અક્ષય, હિતેશ રાકેશ વસાવા, દેવ નવીન વસાવા, ગણપત બેચરભાઈ વસાવા, જયંતી મણીભાઈ વસાવા, ભાવના રાજુભાઈ વસાવા, નિકુંજ, અશ્વિન વસાવા, ભીખાભાઈ રાઠોડ, ઈશ્વર છોટુભાઈ વસાવા, રાકેશ અરવિંદભાઈ, કિરણ ઉર્ફે કિલો રિક્ષાવાળો, નવનીત વસાવા, મેહુલ વસાવા (ડી.જે.વાળો), લાલુ બી.ટી.એસ. જ્યારે સામે પક્ષે ધવલ સુરેશભાઈ પટેલ, જુગલ નંદાભાઈ પટેલ, ગણપતભાઈ ભીખુભાઈ પટેલ, વિરલ પટેલ, અશ્વિન ઠાકોરભાઈ પટેલ, કપીલ રણજીતભાઈ પટેલ, પ્રકાશ પટેલ, કૌશિક નરેન્દ્રભાઈ પટેલ, મનીષ નરેન્દ્રભાઈ પટેલ, તુષાર પટેલ, શાલીન ચંપકભાઈ પટેલ, સુરેશભાઈ રણછોડભાઈ પટેલ, ભાવિન પટેલ

Most Popular

To Top