SURAT

સુરત: યુવાનને એવું તે શું થયું કે અચાનક રસોડામાં જઈ ચપ્પુ વડે પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું

સુરત : વેડરોડ વિસ્તારમાં રહેતા અને મુળ બિહારના વતની યુવાને આવેશમાં આવીને ચપ્પુ (Knife) વડે ગુપ્તાંગ કાપી (Cut) નાખ્યું હતું. યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ (Hospital) ખસેડાયો હતો. જોકે તેણે ક્યા કારણોસર ગુપ્તાંગ કાપી નાખ્યું તે જાણી શકાયું નથી.

  • પિતા ઇજાગ્રસ્ત પુત્રને સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાં તબીબોએ સારવાર કરી
  • યુવાન એક મહિનાથી બિમાર હતો તેવામાં આવેશમાં આવીને આ પગલુ ભર્યુ

સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વેડરોડ ત્રિવેણી સોસાયટીમાં રહેતા ઇમ્તિયાઝ અંશારી સેન્ટિંગનું કામ કરે છે. તેમને સંતાનમાં ચાર પુત્રો છે. દરમિયાન સૌથી મોટા પુત્ર સોનુ (ઉ.વ.22)એ મંગળવારે બપોરના સમયે રસોડામાં જઇ આવેશમાં આવી ચપ્પુ વડે પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. પિતા ઘરે પહોંચતા જ તેમને આ અંગે જાણ થતા ઇજાગ્રસ્ત પુત્રને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. હાલ સોનુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જાણવા મળ્યું છે કે, સોનુ બે દિવસથી કામે જતો ન હતો. તેને માતા કામ ઉપર જવા પણ જણાવતી હતી. તેણે ક્યા કારણોસર ગુપ્તાંગ કાપી નાંખ્યું તે જાણી શકાયું નથી. ચોક પોલીસે જાણવા જોગ નોંધ લીધી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પકંજ ડામોરે જણાવ્યુ હતુ કે સોનુ એક મહિનાથી બિમાર હતો. તેવામાં તેણે આવેશમાં આવીને આ પગલુ ભર્યુ હતુ.

અમરોલીમાં બિમારીથી કંટાળી આધેડનો અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઇ આપઘાત
સુરત : અમરોલી વિસ્તારમાં 45 વર્ષિય પુરૂષે માનસિક બિમારીથી કંટાળી જઇ અનાજમાં નાંખવાના ઝેરી ટીકડા ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળવાવ ગામના વતની અને હાલ કોસાડ આવાસની પાછળ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા પંકજભાઇ પ્રેમજીભાઇ માંગુકીયા (ઉ.વ.45)એ ગત 14મીના રોજ પોતાના ઘરે અનાજમાં નાંખવાની ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે પુત્ર યશ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં આઇસીયુમાં સારવાર દરમિયાન સોમવારે સવારના સમયે મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે, પંકજભાઇ માનસિક બિમારીથી પીડાતા હતા. તેમની સારવાર પણ ચાલી રહી હતી. તેમણે માનસિક બિમારીથી કંટાળી જઇ આત્યાંતિક પગલું ભરી લીધું હતું.

Most Popular

To Top