સુરત: (Surat) સુરત જિલ્લાના કોસંબા, ખરચ, સાયણ, ઓલપાડ ,કીમામલી, હાંસોટ, ઉમરાખ ગામે કીમ નદીમાં (Kim River) ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી (Polluted Water) છોડવામાં આવતા મોટી સંખ્યામાં માછલાંઓ (Fish) મરી જતા સ્થાનિક માછીમાર સમાજને મોટું નુકસાન થયું છે. સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક કંપનીઓ દ્વારા હેઝાર્ડેડ વેસ્ટ કીમ નદીમાં છોડાતા નવા ઓભા ગામે કીમ નદીના કિનારે મૃત માછલીઓનો ઢગલો થઈ ગયો હતો. ઝેરી રસાયણો સીઇટીપીમાં સાયન્ટિફિક ટ્રીટમેન્ટ વગર સીધા કીમ નદીમાં છોડાતા નદીનું પાણી પીવા લાયક કે ખેતી લાયક રહ્યું નથી.
- નવાઓભા ગામ પાસે કીમ નદીના કિનારે મૃત માછલાઓનો ઢગલો થયો
- જીપીસીબી,ઉદ્યોગ સંગઠનોની મિલીભગતને લીધે કીમ નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા ગામોમાં કેન્સર અને ચર્મરોગના દર્દીઓની સંખ્યા વધી
ઓલપાડ, કોસંબા, કીમ નજીકના ગામોમાં પ્રદુષણને લીધે ડાંગર, શેરડી,કપાસનો પાક અને શાકભાજીનો પાક ખરાબ થઈ રહ્યો છે. જીપીસીબી, ઉદ્યોગ સંગઠનોની મિલીભગતને લીધે કીમ નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા ગામોમાં કેન્સર અને ચર્મરોગના દર્દીઓની સંખ્યા વધી છે. તે જોતા જો સરકાર કાર્યવાહી નહીં કરે તો કીમ નદી બચાવો આંદોલન છેડવામાં આવશે.આ મામલે જિલ્લા કલેકટરને કીમ નદીમાં ઔદ્યોગિક પ્રદુષણ અટકાવવા ઔદ્યોગિક એકમો સામે પગલાં લેવા માગ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
કેમિકલ કાંડમાં જીપીસીબી તથા પોલીસના અધિકારીઓ સામે પગલા ભરાશે : જીતુ વાઘાણી
સુરત: સુરતમાં બનેલા કેમિકલ કાંડ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વાઘાણીએ જણાવ્યુ હતું કે સુરતમાં બનેલી ઝેરી કેમિકલની દુર્ઘટના બાબતે મુખ્યમંત્રીએ GPCB અને પોલીસના આ ઘટનામાં સંકળાયેલા સબંધિત અધિકારીઓ સામે કડક હાથે કામ લેવાની તેમજ ઔદ્યોગિક શહેરોમાં કેમિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થાય અને આ પ્રકારની ઘટના પુનઃ ન બને તેવી પણ સંબંધિતોને કડક તાકીદ કરી છે.
આ ઉપરાંત ઊર્જા વિભાગના ભરતી કૌભાંડ અંગે પ્રવક્તા મંત્રીએ કહ્યુ હતું કે, ઊર્જા વિભાગ હેઠળના GUVNL હસ્તકની જેટકો કંપની દ્વારા તાજેતરમાં લેવાયેલી ઇજનેરોની પરીક્ષા સંદર્ભે ગેરરીતિના જે આક્ષેપો થયા છે તે સંદર્ભે મુખ્યમંત્રીએ GUVNLના MDના અધ્યક્ષસ્થાને કમિટિ રચીને પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઇ છે. આ તપાસનો અહેવાલ મુખ્યમંત્રીને સુપ્રત કર્યા બાદ તેમાં સંડોવાયેલા તમામ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.