સુરત: ખટોદરા (Khatodara) રાયકા સર્કલ નજીક રવિવારની રાત્રે એક મહિલા પોલીસ સિંઘમે (Female police) બાઇક સવાર કારીગરને ઉભો રાખી દંડો મારી હાથમાં ફેક્ચર કરી દીધું હોવાની ઘટના સામે આવી છે. ટેલિફોનિક વાતચીતમાં ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે હું બાઇક ઉપર કારખાને જતો હતો બસ ઉભો રાખ્યો હાથ પર દંડો માર્યો અને મોબાઇલ (Mobile) તોડી નાખ્યો ને જવા દીધો, મહિલા પોલીસે કેમ માર્યો એની ખબર જ નહીં પડી, હવે હું સાજો નહિ થાઉં ત્યાં સુધી કામ પણ નહીં કરું શકું અને બાઇક પણ નહીં ચલાવી શકું, ન્યાય (Justice) માટે મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
બિચિત્ર પ્રધાન (ઇજાગ્રસ્ત યુવક) એ કહ્યું કે સાહેબ પાંડેસરા વિદાયક નગરમાં રહું છું અને એમ્બ્રોડરીના ખાતામાં કારીગર તરીકે કામ કરું છું. રવિવારના રોજ નાઈટ પાળીમાં બાઇક પર કામે જતો હતો. અચાનક રાયકા સર્કલ નજીક એક મહિલા પોલીસ કર્મચારી એ ઉભો રાખ્યો હતો. એમની સાથે બીજા 3 સાદા ડ્રેસમાં પોલીસ કર્મી હતા. કઈ પણ પૂછ્યા વગર કે ગુના વગર મહિલા પોલીસ કર્મી એ દંડો હાથ પર મારતા બુમ પડી ગઈ હતી. ત્યારબાદ મારો મોબાઇલ તોડી નાખ્યો હતો. પછી કહે હવે ચાલ્યો જા.
વધુમાં જણાવ્યું હતું કે મારો કોઈ ગુનો ન હતો. હું કારીગર છું, ઇજા નો દુખાવા સાથે હું બાઇક પણ ચલાવી શકું એવી તાકાત ન હતી મેં તાત્કાલિક 108માં ફોન કર્યો અને સિવિલમાં સારવાર માટે ગયો હતો. રાત્રે લગભગ 10:30 વાગ્યા ના અરસા માં બનેલી આ ઘટના બસ મેં સારવાર લઈ વહેલી સવારે 3:30 વાગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે અરજી કરી છે. એટલું જ નહીં પણ ઘટના સ્થળ પર લાગેલા CCTV લેવા જતા કેટલાક પોલીસ કર્મીઓ એ મને ધમકાવી કહ્યું કે વધારે કરશે તો પોલીસ કામગીરીમાં રુકાવટ કરવાના ગુનામાં બેસાડી દઈશ. સાહેબ મને ન્યાય અપાવો