પલસાણા: (Palsana) કડોદરામાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જવાનનુ કોરોના સમયે મોત નીપજ્યુ હતું. તેની પત્નિ તથા તેનો ૧ દીકરો બન્ને કડોદરા ખાતે રહેતા હતા. ત્યારે પડોશમાં રહેતા એક ઇસમે વિધવા (Widow) મહીલાની સાથે પોતે લગ્ન કરશે તેમ કહી તેની સાથે શરીર સંબંધ બાધ્યા હતા. લગ્નની (Marriage) લાલચ આપી તેની પાસેથી લાખો રૂપીયા પણ પડાવી લીધા બાદ વિધવા મહીલાને તરછોડી દેતા મહિલા એ કડોદરા પોલીસ મથકે દુષ્કર્મ ની ફરીયાદ નોધાવી હતી.
મળતી મહિતી અનુસાર પલસાણા તાલુકાના કડોદરા નગર ખાતે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા એક જવાનનું કોરોના કાળમાં મોત નીપજ્યુ હતું. તેના પરીવારમાં તેની વિધવા પત્નિ તેમજ એક બાળક છે. દરમ્યાન પતિના મોત બાદ વિધવા મહીલા સાડીઓનુ વેચાણ કરી પરીવારનુ ગુજરાન ચલાવતી હતી. તે દરમ્યાન તેમની ઘરની સામે રહેતા વિશાલ રવીન્દ્ર પાટીલ જેઓએ વિધવા મહીલા સાથે ઓળખાણ કર્યા બાદ તેને વિશ્વાસમા લઇ પોતે તેની સાથે લગ્ન કરશે. તેમજ તેના બાળકને પણ સાચવશે. તેમ કહી નરાધમે વિધવા મહીલાને પોતાના પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.
એટલું જ નહીં પોતાની જરૂરિયાત માટે વિશાલે ઇકો ગાડીનુ ડાઉન પેમેન્ટ તેમજ તેના હપ્તા સાથે ઘરની લોન પણ ભરવા માટે વિધવા મહિલા પાસે પૈસા લીધા હતા. વિશાલે બહેનનો મોબાઇલ લેવા તેમજ અન્ય પરચુરણ ખર્ચ પેટે પણ વિધવા મહિલા પાસે કુલ ૭.૪૦ લાખ રૂપીયા પડાવી લીધા હતા. મહીલા જ્યારે તેની સામે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મુકતી ત્યારે વિશાલ કહેતો હતો કે પહેલા તારા પેન્શનનાં કાગળો તૈયાર થઇ જાય ત્યારબાદ લગ્ન કરી લઇશુ. તેમ કહી વાતને ટાળી દેતો હતો.
આ અંગે વિશાલના માતા પિતાને ખબર પડતા વિશાલને કડોદરાથી સુરત રહેવા માટે મોકલી દેવામાં આવ્યો હતો. આ બાબતને લઈ મહિલાને ખોટુ લાગ્યુ હતું અને તેણે જીંદગી ટુકાવવા માટે ફીનાઇલ તેમજ પેરાસીટેમલની ગોળીઓ પણ ખાઇ લેતા મહીલાના ભાઇ બહેને તેને જોળવા ગામે ખાનગી હોસ્પીટલમાં સારવાર કરાવી હતી. ઘટનાની જાણ વિશાલ તેમજ તેના પિતાને થતા તેઓએ આ અંગે પોલીસ કેસ નહીં કરવા જણાવ્યું હતું અને પોતે તેની સાથે લગ્ન કરવા તૈયાર હોવાનુ કહ્યું હતું. તે દીવસે પણ મહિલાને સમજાવીને તેની સાથે સમાધાન કરી વિશાલના પિતાએ લગ્નના કાગળો છે તેમ કહી ખોટી રીતે સહી કરાવી બન્ને રાજીખુશીથી અગલ રહેવા તૈયાર છે તેવું લખાણ કરાવી લીધું હતું. બાદમાં મહિલાને થોડા દીવસ બાદ સમગ્ર હકીકતની જાણ થતા તેણીએ આ અંગે કડોદરા પોલીસ મથકે વિશાલ પાટીલ સામે બળાત્કારની ફરીયાદ નોધાવી હતી.