સુરત: (Surat) અડાજણ ખાતે રહેતી ડિવોર્સી મહિલાને નોકરી (Job) અપાવનાના બહાને એક જમીન દલાલ કારમાં (Car) બેસાડીને કાપડ વેપારી અજય દિવાનને મળવા લઈ ગયો હતો. જ્યાં કાપડ વેપારીએ (A Cloth Merchant) મહિલાને નશાયુક્ત કોલ્ડ્રીંક્સ પીવડાવી તેની સાથે દુષ્કર્મ (Abuse) કરાયું હતું. અલથાણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- અડાજણની ડિવોર્સી મહિલાને નોકરીના બહાને રાજહંસ બેલીઝામાં લઈ જઈ નશાયુકત ઠંડુ પીવડાવી કાપડ વેપારીએ દુષ્કર્મ આચર્યું
- મહિલાને નશાયુક્ત કોલ્ડ્રીંક્સ પીવડાવ્યા બાદ જમીન દલાલ અને વેપારી બંનેએ શારિરીક છેડછાડ શરૂ કરી હતી
- બાદમાં ઉમરામાં રહેતા વેપારી અજય દિવાને દુષ્કર્મ આચરી ધમકી આપી હતી
અડાજણ ખાતે રહેતી 33 વર્ષીય ડિવોર્સી મહિલાએ ઓનલાઈન મિલકતની દલાલી માટે સર્ચ કર્યું હતું. આ દરમિયાન તેનો સંપર્ક દિલીપભાઈ ખાંડેલીયા (રહે, એટલાન્ટા બિઝનેશ હબ, વી.આઈ.પી. રોડ) સાથે થયો હતો. દિલીપે તેને પાંચેક જગ્યા ઉપર પ્રોપર્ટી બતાવી હતી. પરંતુ કોઈ મેળ નહીં પડતા મહિલાએ દિલીપને પોતાને નોકરીને બહુ જ જરૂર હોવાની વાત કરી હતી. જેથી દિલીપે આ મહિલાનો સંપર્ક અજય દિવાન (ઉ.વ.53, રહે, ઉમરીગર સ્કુલ પાસે, ઉમરા) સાથે કરાવ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં દિલીપભાઈ ખાંડેલીયા મહિલાને નોકરી અપાવાના બહાને અજય દિવાન સાથે મુલાકાત કરાવી હતી.
સાંજના સમયે સંગીની સર્કલ બોલાવી આરોપી દિલીપભાઈએ તેની કિયા સેલ્ટોસ ગાડીમાં સુરત એરપોર્ટની સામે રાજહંસ બેલીઝાના રૂમમાં લઈ ગયો હતો. જયાં અજય દિવાને નશા યુકત કોલ્ડ્રીંક્સ પીવાડાવી મહિલાને અર્ધબેભાન કરી હતી. અજય દિવાન તથા દિલીપભાઈએ મહિલાની શારિરીક છેડછાડ કરી હતી. અને બાદમાં અજય દિવાને દુષ્કર્મ આચર્યું હતું. અને આ બાબતે કોઇને જાણ કરીશ તો સમાજમાં બદનામ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે તે સમયે મહિલા ગભરાઈ જતા તે ઘરે જતી રહી હતી. અને બાદમાં અલથાણ પોલીસ સ્ટેશનમાં અરજી કરતા ગઈકાલ રવિવારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.