સુરત : કોરોના (Corona) કાળમાં છેલ્લા દોઢ વર્ષથી કારમી મંદીનો સામનો કરી રહેલા જ્વલર્સે (Surat jewelers) રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા બે સપ્તાહથી રક્ષાબંધન (Rakshabandhan)ની જે ખરીદી જોવા મળી છે તે મુજબ વેપારનો આંકડો 100 કરોડને પાર કરી ગયો છે.
કોરોનામાં લોકોના વેપાર ધંધા (Business) બંધ થઇ જતાં તેમની ખરીદ શક્તિમાં મોટો ઘટાડો થયો હતો એટલું જ નહીં પરંતુ લગ્નમાં પણ મર્યાદીત હાજરીને મંજૂરી હોવાથી તે પણ સાદાઇથી કરવામાં આવતા લોકોએ દાગીના ખરીદવાના ઓછા કર્યા હોવાથી દોઢ વર્ષથી શહેરના જ્વેલર્સ કપરાં દિવસો પસાર કરી રહ્યાં હતાં જેની સામે સારો વેપાર મળતાં હવે તેમનામાં નવો સંચાર થયો છે. હાલમાં કોરોનાની બીજી લહેરની સ્થિતિ નિયંત્રિત થતાંની સાથે છેલ્લાં ૧૦ દિવસમાં સોનાના દરમાં ૨ વાર ધટાડો અને એક વાર વધારો થયો હતો . આવનારા અન્ય તહેવારો વખતે ફરીથી સોનાના દર વધે તેની ચિંતા વચ્ચે હમણાંથી જ રોકા ણકારો દ્વારા નાની – મોટી ખરીદી શરુ કરી દીધી છે.
રક્ષા બંધનની ખરીદી અંગે સુરત જવેલર્સ એસોસિએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, એકંદરે માર્કેટ સારૂ રહ્યું હતું. લોકલની સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં સારી ડિમાન્ડ છે . લોકોને ખરીદી શરુ કરી દીધી છે. સોનાના પહેલા ભાવ પણ તેમાં એક અસરકારક પાસું રહ્યું છે . જ્યારે ઈન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશન સ્ટેટ ડિરેક્ટર નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે, ડાયમંડ પ્રત્યે લોકોનો વધેલો ઉત્સાહ જ્વેલરીની ખરીદીમાં પણ જોવા મળી રહ્યો છે. સ્ટડેડ ડાયમંડ જવેલરીની ખરીદી પણ સારી રહી છે . ચાંદીની રાખડીઓની સાથે સોનાના કડો, બ્રેસ્ટલેસ, લકી જેવી વસ્તુઓની સારા પ્રમાણમાં ખરીદી આ વખતે જોવા મળી છે . અંદાજીત રક્ષાબંધનનો જ વેપાર રૂપિયા 50 કરોડને પાર થયો છે. આ ઉપરાંત હોલમાર્કિંગના મુદ્દે આજે શહેરના જ્વેલર્સ એક દિવસ માટે હડતાળ પાડીને વિરોધ પ્રદર્શન કરશે.
જવેલર્સનો એચયુઆઈડી વિરોધમાં બંધ
જવેલરી મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા વિવિધ કેડરેશન દ્વારા સોમવારે એક દિવસીય ટોકન ઈક રાખવાનો નિર્ણય કર્યો છે . જેમાં એચયુઆઇડી ( હોલમાકિંગ યુનિક આઈડી નંબર ) નો વિરોધ કરવામાં આવ્યો છે . જવેલર્સનો મત છે કે , છેલ્લાં હોલમાકિંગ માઈક અને મેન્યુફે કચરર્સ માટે સારું છે પણ યુનિક આઈડી નંબરની જફા વધુ છે . તેના નિયમો હળવા કરવાની માંગણી સાથે શાંતિ પૂર્વક બંધ પાળવામાં આવશે