સુરત: કર્ણાટક(Karnataka)ના આતંકવાદી(Terrorist) સાથે કનેકશન(Connection)ની આશંકામાં એટીએસ(GST) અને એનઆઈએ(NIA) સુરતના જલીલ(Jalil) નામના ઈસમને આજે સતત બીજા દિવસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. આતંકવાદીઓ સાથેના સંપર્ક જેવા ગંભીર આક્ષેપોનો સામનો કરી રહ્યો હોવા છતાં જલીલના ચહેરા પર ચિંતાના કોઈ ભાવ જોવા મળ્યા નહીં. જાણે બહું મોટું કામ કર્યું હોય તે રીતે જલીલ રિક્ષામાંથી ઉતરતી વખતે હસતો રહ્યો હતો. મીડિયા સામે પણ તે બિન્ધાસ્ત જોવા મળ્યો હતો. પહેલાં દિવસે 11 કલાક અને બીજા દિવસે ઝલીલની 4 કલાક પૂછપરછ કરાઈ હતી. હાલ તેને મુક્ત કરાયો છે. એટીએસ અને એનઆઈએની ટીમ રવાના થઈ છે. જરૂર પડ્યે તેને ફરી બોલાવવામાં આવશે.
સતત બીજા દિવસે પુછપરછ છતાં જલીલ બિન્ધાસ્ત
ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા રવિવારે ગુજરાતના અમદાવાદ(Ahmedabad), ભરૂચ(Bharuch), સુરત(Surat) અને નવસારી(Navsari)માં કેટલાક ઈસમોને દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકામાં ઉંચકી લાવી પૂછપરછ શરૂ કરી છે. આજે બીજા દિવસે પણ બંને એજન્સીઓની તપાસ ચાલુ રહી હતી. રવિવારે લાલગેટ કાસકીવાડથી જલીલ નામના ઈસમને ઊંચકી પૂછપરછ કરાઈ હતી, તેને મોડી સાંજે પરત જવા દીધો હતો અને આજે સોમવારે સવારે ફરી બોલાવી પૂછપરછ શરૂ કરાઈ છે. આજે સવારે જલીલ રીક્ષામાં આવ્યો હતો, ત્યારે તેની બોડી લેંગ્વેજ બિન્ધાસ્ત જણાઈ હતી. તેને કોઈ જ ચિંતા હોવાનું જણાતું નહોતું. નોંધનીય છે કે કર્ણાટકમાં પકડાયેલા આતંકીની તપાસમાં જલીલ સહિત 3 નામ ખૂલ્યા હતા, તેની તપાસ અર્થે એટીએસ અને એનઆઈએ દ્વારા જલીલની પૂછપરછ શરૂ કરાઈ છે.
મદ્રેસામાં કરતો હતો આ કામ
જલીલ વિશે પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જલીલ માત્ર ધો. 10 પાસ છે. તેમ છતાં તે હાલમાં સુરતના મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવી રહ્યો છે. જલીલ રિક્ષા ચલાવતો હતો. કાપડ દલાલીનું પણ કામ કરતો હતો. એટીએસ અને એનઆઈએ જલીલના રાંદેર ખાતે રહેતા 21 વર્ષીય મિત્ર ઉમરની પણ પૂછપરછ કરી છે. હાલ એજન્સીઓ બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરાશે અને તેઓ કોની કોની સાથે સંપર્કમાં હતા તેની તપાસ કરી રહી છે. કર્ણાટકમાં પકડાયેલા આંતકીની પૂછપરછમાં જલીલ સહિત 3 જણાના નામો સામે આવ્યા હતા. NIAના સ્ટાફે જલીલને વર્ષ 2021ના કર્ણાટક કનેક્શન બાબતે પૂછપરછ શરૂ કરી છે. જલીલની NIAના એસપી જાતે તપાસ કરી રહ્યા છે. જલીલ યુપીમાં એક વર્ષ પહેલા જમાતમાં ગયો હતો તે વખતે સંપર્કમાં આવ્યો હતો.
ISIS સાથે કનેક્શન હોવાની આશંકા
જલીલના આઈએસઆઈએસ કનેક્શન હોવાની આશંકા સામે આવી રહી છે. NIAના સ્ટાફે જલીલના મોબાઇલમાંથી દેશ વિરોધી પ્રવૃતિઓ બાબતેના કેટલાક પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જલીલ પોલીસથી બચવા માટે તેના આકાઓ સાથે સોશિયલ મીડિયાથી વાતચીત કરતો હોવાની શક્યતાઓ છે. જલીલનો કર્ણાટક કનેક્શન બાબતે NIA કે ગુજરાત ATSના સ્ટાફે કોઈ ફોડ પાડ્યો ન હતો. આ ઉપરાંત જલીલના 21 વર્ષીય મિત્રની પણ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.