SURAT

હોળી માટે મુજ્જફ્ફર નગર, જયપુર અને મડગાંવની ચાર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઇ

સુરત: (Surat) આગામી રવિવારે આવતા હોળીના તહેવારને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવે દ્વારા જયપુર અને મડગાંવની સ્પેશિયલ ટ્રેન (Special Train) શરૂ કરવામાં આવી છે. જેમાં બાંદ્રા ટર્મિનલ અને ભગત કી કોઠી તેમજ સુરત મુજ્જફ્ફર અને ઉધનાથી મડગાવ (Madgaon) વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેએ (Railway) શરૂ કરેલી આ બે ટ્રેન માત્ર બે જ ફેરામાં ચાલશે. જેના કારણે હોળીનો તહેવાર મનાવવા (Holi Festival) વતન જનારા લોકોને રાહત થશે.

પ્રાપ્ત માહિતી મુજબ બાંદ્રાથી જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તા. 26મી માર્ચે બાંદ્રાથી સવારે 11.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે સાડા પાંચ વાગ્યે જયપુર પહોંચશે. આ જયપુરથી તા. 27મી માર્ચે બપોરે 1 વાગ્યે ઉપડશે અને બાંદ્રામાં બીજા દિવસે સાડા છ વાગ્યે પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, નાગદા, રામગંજ મંડી, કોટા અને સવાઇ માધોપુર સ્ટેશન ઉપર ઊભી રહેશે. આ ઉપરાંત બાંદ્રાથી ભગત કોઠી સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તા. 25મી માર્ચે બાંદ્રાથી રાત્રીના પોણા દસ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે સવા એક વાગ્યે ભગત કી કોઠી પહોંચશે.

જ્યારે ભગત કોઠીથી આ સ્પેશિયલ ટ્રેન તા. 26મી માર્ચે સાંજે સાડા છ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે સાડા સાત વાગ્યે બાંદ્રા પહોંચશે. જ્યારે સુરત મુજ્જફર સ્પેશિયલ ટ્રેન સુરતથી તા. 26મી માર્છે સાંજે 7.40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાડા ચાર વાગ્યે મુજ્જફર નગર પહોંચશે. આ ઉપરાંત મુજ્જફ્ફર નગરથી ટ્રેન રવિવારે 28મી માર્ચે રાત્રે આઠ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે પાંચ વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન વડોદરા, રતલામ, ઉજ્જેન, મક્સી, બ્યાવરા, રાજગઢ, ગુના, અશોક નગર, બીના, ઝાંસી, ગ્વાલિયર, આગ્રા કેંટ, ટૂંડલા, કાનપુર સેંટ્રલ, લખનઉ, ફૈઝાબાદ, અયોધ્યા, શાહગંજ, આઝમગંઢ, મઉબલીયા, છપરા અને હાજીપુર સ્ટેશન ઉપર ઊભી રહેશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા ઉધનાથી મડગાંવ વચ્ચેની સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ઉધનાથી શુક્રવારે તા. 26મી માર્છે સાંજે ચાર વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે મડગાંવ પહોંચશે. આ ઉપરાંત મડગાંવથી આ ટ્રેન તા. 27મી માર્ચે બપોરે 12 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે સાડા ચાર વાગ્યે સુરત આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top