Business

સુરતને કેવી રીતે બનાવી શકાશે આઈટી હબ? બીયોન્ડ ધ બાઉન્ડ્રિઝ કાર્યક્રમ યોજાયો

સુરત: સુરત (Surat) ટેક્સટાઇલ (Textile) અને ડાયમંડ (Diamond) ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી (IT) ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan Patel World ના સહયોગથી Creative Multimedia and Design institute દ્વારા મંગળવારે Beyond the Boundaries કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. IT Park FIFAD ડેવલપર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમમાં કી નોટ સ્પીકર તરીકે કિરણ દેશપાંડે, 14 Trees CEO, જ્યારે ગેસ્ટ સ્પીકર તરીકે ચેતન પટેલ, Integrity Coach હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં DhiWise ના સીઇઓ વિશાલ વિરાણીએ IT ઉદ્યોગકારોના પ્રશ્નોની રજુઆત કરી હતી. જ્યાં 14 ટ્રીઝના સીઇઓ કિરણ દેશપાંડેએ તેમના વેપાર વિશેની વાતો શેર કરી હતી અને તેમનો વેપાર 400 કરોડ રૂપિયાથી વધારે સુધી કઇ રીતે લઇ ગયા તેની સક્સેસ સ્ટોરી જણાવી હતી. સાથે eZee Technosys, Co-Founder વિપુલ કપુરે પણ તેમનું યોગદાન આપ્યું હતું. તે સિવાય વેપારને next level સુધી કઇ રીતે લઇ જવું તે માટે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ભૌતિકકુમારે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતું.

Most Popular

To Top