National

સુરત દેશમાં બીજું સૌથી સ્વચ્છ શહેર, મધ્યપ્રદેશનું આ શહેર પહેલાં ક્રમે વિજેતા બન્યું

નવી દિલ્હી : (Delhi) કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા આજે નવી દિલ્હી ખાતે દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોની (Top 10 Clean City) યાદી બહાર પાડવામાં આવી અને વિજેતાઓને (Winners) ઈનામ (Award) એનાયત કરવામાં આવ્યા છે. સુરત શહેર દેશનું બીજું સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરાયું છે. આ વર્ષે પણ નંબર 1 સ્વચ્છ શહેરની દોડમાં સુરત (Surat) એક ક્રમ થી પાછળ રહી ગયું છે. વધુ એકવાર સુરત મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઈન્દોર (Indor) શહેરથી એક ક્રમ પાછળ રહી ગયું છે. ટોપ 10 ક્લીન સિટીમાં ઈન્દોર પ્રથમ ક્રમે રહ્યું છે. એ વાતનું આશ્વસન છે કે સુરત ગુજરાતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે સિલેક્ટ થયું છે.

કેન્દ્ર સરકારનાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશના ૧૦ જેટલા શહેરોની સ્વચ્છ અમૃત મહોત્સવ માટે પસંદગી કરાઈ છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ર૧ અંતર્ગત સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ ફ્રી સિટીની (Garbedge Free) સ્પર્ધા યોજવામાં આવેલી હતી. ભારત સરકાર દ્વારા નિયુકત કરેલ એજન્સીઓ દ્વારા ભારતના તમામ શહેરોની સ્વછતા સર્વેની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. જેમાં સુરતને બીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિની (President) ઉપિસ્થતિમાં ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ (Swachcha Amrut Mahotsav) એવોર્ડ સેરેમનીનું (Ceremony) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ-ર૦ર૧ સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ ફ્રી સીટીના પરીણામ ઘોષિત કરાયા અને રાષ્ટ્રપતિ દ્વારા વિજેતા બનેલા શહેરોના પ્રતિનિધિઓને એવોર્ડ આપીને સમ્માનિત કરવામાં આવ્યા છે.

ભારત સરકાર દ્વારા હાથ આ સ્વચ્છતા ધરેલ સર્વેમાં ગુજરાત રાજયમાંથી કુલ ચાર શહેરો અને ૧ કન્ટોન્મેન્ટ બોર્ડની પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલા આ 10 શહેરોમાં પ્રથમ ક્રમ મેળવવાની વધુ એકવાર બાજી મધ્યપ્રદેશના ઈન્દોર શહેરે મારી છે. જ્યારે સુરત શહેરનો ક્રમ બીજો આવ્યો છે. સુરત તરફથી આ એવોર્ડ સુરત મહાનગર પાલિકાના કમિશ્નર બાંછાનીધિ પાની, મંત્રી વિનુ મોરડીયા અને મેયર હેમાલીબેન બોઘાવાલા તથા પાલિકાના અન્ય પદાધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષોથી ઈન્દૌર શહેર આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવીને વિજેતા બની રહ્યું છે જેના લીધે સુરત શહેરને બીજા ક્રમે રહી સ્પર્ધા જીતવાનો સંતોષ માનવો પડી રહ્યો છે.

Most Popular

To Top