SURAT

ડિસેમ્બરમાં માર્ચ જેવી ગરમી, આ તારીખ સુધી ઠંડી પડે એવા કોઈ અણસાર નથી

સુરતઃ સુરત: મોટા ભાગે ડિસેમ્‍બરની શરૂઆત થતાં જ ઠંડીની શરૂઆત થાય છે. પરંતુ આ વખતે છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાતા ઠંડી ગાયબ જણાઈ હતી. પરંતુ દિવસભર ઉત્તરના પવનો ફુંકાતા ચોવીસ કલાકમાં પારો ફરી નીચે ઉતરે તેવી શક્યતા છે.

  • વર્ષ 2022 અને 2023 પછી સૌથી ગરમ ડિસેમ્બર નોંધાયો, પારો 34 ડિગ્રી
  • છેલ્લા 11 વર્ષમાં 2020માં સૌથી ગરમ ડિસેમ્બર નોંધાયો હતો
  • શહેરમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી વધીને 23.1 ડિગ્રીએ પહોંચ્યું
  • દક્ષિણ ગુજરાતમાં 12-15 ડિસેમ્‍બર પછી ઠંડીની અસર વધવાના અણસાર

આગામી પાંચ દિવસ સુધી હજુ ઠંડી વધવાના કોઈ એંધાણ નથી, ત્‍યારે ૧૨-૧૫ ડિસેમ્‍બર પછી ઠંડીની અસર વર્તાશે તેમ હવામાન વિભાગે જણાવ્‍યું છે. મોટા ભાગે ડિસેમ્‍બરની શરૂઆત થતાં જ પહેલા સપ્તાહે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની નીચે આવી જાય છે. પરંતુ વર્ષ 2011થી અત્‍યાર સુધી ડિસેમ્‍બરના પહેલા અઠવાડિયામાં મોસમમાં કોઈ વધારે ફેરફાર દેખાયો નથી. તો આ વખતે ડિસેમ્‍બરનું પહેલું અઠવાડિયુ સૌથી ગરમ રહ્યું છે. છેલ્લા 2 વર્ષ પછી સૌથી ગરમ ડિસેમ્બર આ વખતે નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, દેશના મોટા ભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. મોટા ભાગના રાજ્‍યોમાં તાપમાનમાં માત્ર ૩-૫ ડિગ્રી જેટલો જ ઘટાડો નોંધાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે. તાપમાન એકાદ બે ડિગ્રી ઘટે છે તો પાછું વધે છે. જેને કારણે ઠંડીની સામાન્ય અસર વર્તાયા પછી પરત ગાયબ થઈ રહી છે.

શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી એટલે મંગળવાર જેટલું જ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન બે ડિગ્રી વધીને 23.1 ડિગ્રી નોધાયું છે. હવામાં 58 ટકા ભેજની સાથે 3 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો.

7 ડીસેમ્બર 1902માં મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી નોંધાયું હતું
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડીની શરૂઆત થઈ જાય છે. છેલ્લા 11 વર્ષમાં 2020માં સૌથી ગરમ ડિસેમ્બર નોંધાયો હતો. પરંતુ એક શદીમાં હવામાન વિભાગના આંકડા મુજબ વર્ષ 1902માં એટલે કે 122 વર્ષમાં 7 ડિસેમ્બર અત્યાર સુધીનો સૌથી ગરમ ડિસેમ્બર મહિનો રહ્યો છે. આ દિવસે મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી નોંધાયું હતું. જે છેલ્લા 122 વર્ષમાં ડિસેમ્બર મહિનાનો સૌથી ગરમ દિવસ હતો.

ડિસેમ્બરમાં નોંધાયેલું હાઈએસ્ટ મહત્તમ તાપમાન
વર્ષ તાપમાન

  • 2014 34.6
  • 2015 33.2
  • 2016 32.6
  • 2017 33.2
  • 2018 32.8
  • 2019 35.2
  • 2020 36.4
  • 2021 34.8
  • 2022 33.2
  • 2023 33.3
  • 2024 34.0

Most Popular

To Top