Charchapatra

સુરત એક ઉપેક્ષિત શહેર

1. આ શહેરમાં એક NIT પછી કોઈ મોટી સરકારી શૈક્ષણિક સંસ્થાન ઊભી થઈ શકી નથી.  2. સુરત શહેર જિલ્લામાં પૂરતી ડેન્ટલ કોલેજ ઉપલબ્ધ નથી, કદાચ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નથી.\ 3. સુરત એ દક્ષિણ ગુજરાત નું મહત્વનું મથક હોવા છતાં હાઇકોર્ટની બેન્ચ નથી, જે માટે ૨૦૧૩/૧૪ વિધાનસભામાં ઉઠેલી ચળવળ શાંત થઈ ગઈ. ધન્ય છે રાજકોટની પ્રજાને જે સૌરાષ્ટને હાઇકોર્ટની બેન્ચ માટે લડત લડી રહી છે. 4. અમદાવાદ, વડોદરા, રાજકોટની જેમ સુરતને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ ના મળ્યું કે આંતરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ.  

5. શહેરને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હજી સુધી શહેરમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી નથી. 6. શહેરનાં છેવાડે આવેલી ડ્રીમસિટી તથા ડાયમંડ બુર્સની સાથોસાથ અન્ય સેક્ટરનો વિકાસ કરીને સિટીને સફળ બનાવવાનું આયોજન જરૂરી છે. 7. વર્ષોથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગણી તો સંતોષાઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા વિના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માનીને ખુશ થવાનું રહ્યું. 

8. હાલ IT ક્ષેત્રમાં પણ પોતાના બળ પર શહેર વિકાસ પામી રહ્યું છે પરંતુ આકર્ષવા માટે IT-SEZ માટે બુલેટ ટ્રેન સ્ટેશનને લાગુ ટીપી સ્કીમમાં જોગવાઈ કરી શકાઈ હોત, પણ બિચારા સુરતી લાલા શહેરના મોટાવરાછા વિસ્તારને સિલિકોન વેલીનું જાતે નામ આપીને પોતાને ખુશ રાખી રહ્યા છે.  9. અમદાવાદ વડોદરામાં ડેવલપ થતી ટાઉનશિપમાં નેશનલ લેવલની કંપનીઓ ઇન્વેસ્ટ કરી રહી છે પરંતુ સુરત માટે કોઈ રાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ આગળ નથી આવી રહી.  10. શહેરમાં એક સમયે ચોર્યાસી દેશોના વાવટા ફરકતા, હજ માટેનું એમ્બરકેશન પોઇન્ટ સુરત હતું હવે તો હજનું એમ્બરકેશન પોઇન્ટ પણ નથી મળ્યું.
સુરત     – ઈલિયાસ પઠાણ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top