SURAT

IPLમાં થયેલી સટ્ટાની કમાણીથી સુરતના બુકીએ રીઅલ એસ્ટેટમાં કર્યું કરોડોનું મૂડી રોકાણ

સુરત: (Surat) આઈપીએલની (IPL) મેચોમાં થયેલી સટ્ટાની કમાણીથી અડાજણના બુકીએ રીઅલ એસ્ટેટમાં (Real Estate) કરેલા કરોડોના મૂડી રોકાણની તપાસ આવકવેરા વિભાગે શરૂ કરી છે. ત્રણ મહિના અગાઉ સુરતના મોટા બિલ્ડર ગ્રુપને (Builder Group) ત્યાં 40 સ્થળોએ પડેલા દરોડામાં 1000 કરોડનું કાળું નાણું (Black Money) આવકવેરા વિભાગે (Income Tax Department) શોધી કાઢ્યું હતું. ત્યારે બિલ્ડરને ત્યાં આ બુકીની ડાયરીની નોંધ મળી હતી. એને પગલે આવકવેરા વિભાગે અગાઉ પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું. અને એ પછી આઇપીએલ દરમ્યાન ટ્રાન્જેક્શન પર વોચ ગોઠવી મોટા ટ્રાન્જેક્શન અંગે વિગતો ભેગી કરી તપાસ શરૂ કરી છે.

  • આઈપીએલની મેચોના સટ્ટામાં અડાજણના બુકીની કમાણી અને રિયલ એસ્ટેસમાં રોકાણની તપાસ
  • મોટા બિલડર્સ ગ્રુપને ત્યાંથી મળેલી ડાયરીઓમાં બુકીના રોકાણની વિગતો મળતાં આવકવેરા વિભાગે તપાસ આરંભી
  • બુકીની કમાણી અને લક્ઝુરિયસ લાઈફ તથા વિદેશ પ્રવાસની બાતમી આવકવેરા વિભાગને મળતાં ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી
  • કેટલાંક બિલ્ડરો સાથેની બુકીની ભાગીદારી પણ ચર્ચાનો વિષય
  • બુકીની ગતિવિધિની માહિતી છેક અમદાવાદ વડી કચેરી સુધી પહોંચી

મોટા બિલડર્સ ગ્રુપને ત્યાંથી મળેલી ડાયરીઓમાં બુકીના રોકાણની વિગતો મળતાં આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. શહેરના અડાજણના આ બુકીની કમાણી અને લક્ઝુરિયસ લાઈફ તથા વિદેશ પ્રવાસની બાતમી આવકવેરા વિભાગને મળતાં ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી હતી. બુકીએ સટ્ટાની કમાણીમાંથી જમીનો અને સોના-ચાંદીમાં મોટા પાયે.મૂડી રોકાણ કર્યું હોવાની માહિતી અધિકારીઓને મળી છે. કેટલાંક બિલ્ડરો સાથેની બુકીની ભાગીદારી પણ ચર્ચાનો વિષય છે. આ બુકીની ગતિવિધિની માહિતી છેક અમદાવાદ વડી કચેરી સુધી પહોંચી હતી.

અડાજણ એરિયામાં ઊભી કરવામાં આવેલી કરોડો રૂપિયાની સંપત્તિને લઈને પણ ડોક્યુમેન્ટ વિભાગે મેળવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બેનામી સંપત્તિ એક્ટ હેઠળ સંપત્તિ જપ્ત કરવાનીની સત્તા આઇટી પાસે છે. જે કરદાતાની મિલકતોની તપાસ થાય એમાં એના સંબંધીઓના નામે જે સંપત્તિ ખરીદવામાં આવી હોય તે સંપત્તિ આઇટી જપ્ત કરી શકે છે. મિલકતની ખરીદીની ચૂકવણીના પુરાવા જ અધિકારીએ રજૂ કરવાના હોય છે. આ પ્રકરણમાં બુકીની બિલ્ડર સાથેની ભાગીદારી સાથે કેટલીક ડાયરીઓ પણ ચર્ચાસ્પદ બની છે આ ડાયરીઓમાં બિલ્ડરો સાથે ભાગીદારીના હિસાબો હોવાની શંકા છે.

Most Popular

To Top