સુરત: (Surat) કતારગામ ખાતે રહેતી કીશોરીને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ભેટેલા યુવકે સાથે ફોટો (Photo) પાડી બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. કતારગામ પોલીસે આરોપીને તેના વતન ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા ખાતે રહેતો 22 વર્ષીય જયદીપ કતારગામ ખાતે રહેતી અને ધોરણ11 માં અભ્યાસ કરતી 15 વર્ષની કીશોરી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં આવ્યો હતો.
- કતારગામમાં કીશોરી સાથેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી 3 વખત બળાત્કાર કરનાર રત્નકલાકાર ઝડપાયો
- ઇન્સ્ટાગ્રામ પર બંને સંપર્કમાં આવ્યા અને પ્રેમસંબંધ બંધાયો બાદમાં ફરવા ગયા ત્યારે ફોટો પાડી લીધા હતા
બંને વચ્ચે વાતચીત શરૂ થઈ પછી પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંને ફરવા ગયા ત્યારે જયદીપે બંનેના સાથે ફોટો લઈ લીધા હતા.અને બાદમાં કીશોરીના ડરાવી ધમકાવી શારીરીક અડપલા કરી નગ્ન તથા અર્ધનગ્ન ફોટા પાડી તથા વિડીયો બનાવી લીધા હતા. કીશોરીને વિડીયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી ત્રણ વખત બળાત્કાર કર્યો હતો. જો તેમ ન કરે તો તેના પરીવારને મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં જયદિપ એક દિવસ કીશોરીના ઘરે પહોંચી ગયો હતો અને તેના પિતાને મને તમારી દિકરી આપો નહિતર તમને બધાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી બાદમાં આરોપી જયદીપ ઉર્ફે અજય રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૨૧ ધંધો- હિરા મજુરી રહે. હનુમાનપરા, જેસર ગામ, તા-જેસર, જી- ભાવનગર) ને વતનથી ઝડપી પાડ્યો હતો.
વરાછા હીરા-પન્ના કોમ્લેક્સમાં લિફ્ટ ખોટકાઈને બીજે માળે અટકી પડી
સુરત :વરાછા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્લેક્સમાં સોમવારે સાંજે લિફ્ટ અટકી ગઈ હતી.આ ઘટનામાં લિફ્ટનો ઉપયોગ કરતો એક વ્યકિત તેમાં ફસાઈ ગયો હતો ફાયરની ટીમે તેનું રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢી લીધો હતો.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર વરાછા ગીતાંજલિ સિનેમા સામે આવેલા હીરાપન્ના કોમર્શિયલ કોમ્લેક્સમાં સોમવારે 4: 30 કલાકે લિફ્ટમાં ટેક્નિકલી ખામી સર્જાઈ હતી તેને કારણે અચાનક બંધ થઇ જતા બીજા માળ ઉપર અટકી પડી હતી. દરમ્યાન લિફ્ટનો ઉપયોગ કરતા પ્રફુલભાઈ સામજી ભાઈ રામાણી તેમાં ફસાઈ ગયા હતા.તેમને સીધો ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી પોતે લિફ્ટમાં ફસાઈ ગયા હોવાની જાણ કરી હતી. તેથી કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ હીરાપન્ના કોમ્લેક્સમાં પહોંચી હતી.અને રેસ્ક્યુ કરીને લિફ્ટમાં ફસાયેલ પ્રફુલ રામાણીને સહી સલામત બહાર કાઢી લીધા હતા.જેની જાણકારી કાપોદ્રા ફાયર ઓફિસર ઝોરવારસિંહ વાળાએ આપી હતી.