સુરત: સુરતના (Surat) ઇચ્છાપોર RJD ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Industrial Park) ના એક ફરસાણ ના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ફાયર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ આગાની ગંભીરતા જોઈ કારીગરો ધાબા ઉપર ચઢી જતા ફાયરના ઓફિસરોએ મહિલાઓ સહિત ચા ના રેસ્ક્યુ કરી બહાર કાઢવાનો વારો આવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થ નું ગોડાઉન એક મહિના પહેલા જ ચાલુ કરાયું હોવાનું માલિકે જણાવ્યું હતું. જોકે ફાયર સેફટી વગર ચાલુ કરી દેતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા.
સંપતભાઈ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ આજે સવારે 8:55 વાગ્યા ની હતી. ઇચ્છાપોર RJD ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એક ખાદ્ય પદાર્થના ગોડાઉનના ત્રીજા માળે આગ લાગી હોવાનો કોલ મળતા તાત્કાલિક બે ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી ગઈ હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા આજુબાજુના ખાતા ધારકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વધુમાં જણાવ્યું હતું કે આગા લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ આ ર્ઘટનામાં ખાદ્ય પદાર્થની વાનગીઓ સહિત એટલે 14×70 ફૂટ લંબાઈ ધરાવતા ગોડાઉનની મોટા ભાગ ની વસ્તીઓ બળી ગઈ હતી. ભીષણ આગ અને એના ધુમાડાથી ગુગળાય ગયેલા ચાર મહિલા કર્મચારીઓ તલાશી, રંજન, બેબી, સુનિતા ડર ના મારે ધાબા પર દોડી જતા જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. જેઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારાયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે ગોડાઉન એક મહિના પહેલા જ શરૂ કરાયું હોવાનું માલિકે જણાવ્યું હતું. જોકે કોઈ પણ પ્રકારની ફાયર સેફટી વગર ચાલુ કરાતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. એક કલાકની જહેમત બાદ કુલિંગ સમય લાગ્યો હતો. પરિસ્થિતિ કાબુમાં આવતા સ્થાનિક લોકોએ પણ રાહતના શ્વાસ લીધો હતો.