SURAT

ઇન્ડિગો એરલાઇન્સ સુરતથી ઇન્દોરની સીધી ફ્લાઇટ શરૂ કરશે

સુરત: (Surat) ઇન્ડિગો એરલાઇન્સે (Indigo Airlines) સુરતથી ઇન્દોરના અહિલ્યાબાઇ હોલકર એરપોર્ટને જોડતી સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇન્દોરના (Indore) ઉદ્યોગકારોએ ટેક્સટાઇલ, એગ્રીકલ્ચર અને જવેલરી પ્રોડક્ટના વેપાર માટે ઇન્દોર એરપોર્ટના ડાયરેક્ટરને મળી આ ફ્લાઇટ માટે રજૂઆત કરી હતી. જેથી ત્યાંના એ.પી.ડી. દ્વારા એરલાઇન્સ કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેને પગલે ઇન્ડિગો એરલાઇન્સે 72 બેઠકોવાળુ વિમાન ઉડાડવા તૈયારી દર્શાવી હતી.

ઇન્દોર એરપોર્ટના એ.પી.ડી.એ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, એપ્રિલમાં ઇન્ડિગો 72 સીટર એ.ટી.આર. વિમાન સુરત ઇન્દોર ફ્લાઇટ માટે ઓપરેટ કરશે. ઇન્દોરના ઉદ્યોગકારોએ મુંબઇ, પૂણે, નાગપુર, સુરત, વડોદરા અને જોધપુરની ફ્લાઇટ શરૂ કરવા માંગ કરી હતી. જેમાં ઇન્ડિગોએ સુરત માટે તૈયારી દર્શાવી છે. એવી જ રીતે સ્ટાર એરલાઇન્સ દ્વારા બેંગ્લોરથી સુરતની વન-વે ફ્લાઇટ શરૂ કરવાની પણ જાહેરાત કરાઇ છે. બેંગ્લોરથી સવારે 10:40 કલાકે ફ્લાઇટ ઉપડી 13:25 કલાકે સુરત આવશે. જો કે આ ફ્લાઇટ સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપરેટ થશે. દરમિયાન કોરોના કાળમાં સુરત એરપોર્ટ પર છેલ્લા એક વર્ષ દરમિયાન કોઇ એક દિવસમાં સૌથી વધુ પેસેન્જર 15 માર્ચે નોંધાયા છે. કુલ 4202 પેસેન્જરોએ 15 માર્ચે સુરત એરપોર્ટથી અવર-જવર કરી હતી.

જણાવી દઈએ કે અગાઉ ઇન્ડિગો એરલાઇન્સે સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરી હતી. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો હતો. ફ્લાઇટ લખનૌથી 10:55 કલાકે ટેકઓફ થઇને જયપુર 12:20 કલાકે લેન્ડ થશે. જ્યાંથી 12:50 કલાકે ટેકઓફ થશેને સુરતમાં 14: 20 કલાકે પહોંચશે. સુરત શહેરમાં લોકોની ડિમાન્ડ અને ટ્રાફિકને ધ્યાને રાખી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દિલ્હી-સુરત-દિલ્હીની ત્રીજી ફલાઇટ 20 એપ્રિલથી ઉડાવવાની કરવાની જાહેરાત કરવામાં આવી છે.

એપ્રિલમાં સુરતથી મુંબઇની ફ્લાઇટ પણ શરૂ થશે
સ્પાઇસ જેટના સુત્રોના જણાવ્યા મુજબ એપ્રિલમાં સુરતથી મુંબઇની મોર્નિંગ ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટનું એરક્રાફ્ટ નાસિકથી 12:25 કલાકે ફ્લાઇટ ઉપડશે અને 13:20 કલાકે સુરત આવશે. 14:40 કલાકે સુરતથી નાસિક જવા રવાના થશે. સંભાવના એવી છે કે સુરતથી મુંબઇની ફ્લાઇટ માટે જે સ્લોટ માંગવામાં આવ્યો છે તે મુજબ સુરતથી 9-40 કલાકે ફ્લાઇટ ઉપડશે અને મુંબઇ 10:50 કલાકે પહોંચશે. આજ ફ્લાઇટ સાંજે મુંબઇથી 18:35 કલાકે ઉપડી સુરત 19-35 કલાકે આવશે. જ્યારે સુરતથી જયપુર 19:55 કલાકે ઉપડશે અને 21:30 કલાકે જયપુર પહોંચશે. જોકે ડીજીસીએ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સ્લોટ રજૂ કરવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top