SURAT

સુરત મનપાને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા અપાયો પ્રથમ રેન્ક

સુરત: (Surat) નરેન્દ્ર મોદીએ 25 જૂન, 2015ના રોજ સ્માર્ટ સિટીઝ (Smart Cities) મિશનની યોજના જાહેર કરી ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશના પસંદગી પામેલાં કુલ 100 શહેર પૈકી પ્રથમ ચરણનાં પસંદ કરાયેલાં 20 શહેરની યાદીમાં સુરત શહેરની ચોથા ક્રમે પસંદ કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ સ્માર્ટ સિટીના અમલીકરણમાં સુરત સતત અવ્વલ (First rank) બની રહ્યું હોય આ વખતે સુરત મનપાને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ (Development) લિમિટેડ દ્વારા પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત એરિયા ડેવલપમેન્ટ, ઈકોનોમિક ડેવલપમેન્ટ, રિન્યુએબલ એનર્જી, એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ, હેરિટેજ રિસ્ટોરેશન, એર્ફોર્ડેબલ હાઉસિંગ, આઈ.ટી. કનેક્ટિવિટી અને ડિજિટલાઈઝેશન, નોન-મોટોરાઈડ ટ્રાન્સપોર્ટ, સિવેજ, સોલિડ–વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોમ–વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેક્ટરના વિવિધ પ્રોજેક્ટોનું આયોજન કરવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પસંદ થયેલાં ૧૦૦ શહેરને સ્માર્ટ સિટીઝ મિશનમાં પર્ફોમન્સના આધારે રેન્ક આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ હાલ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.

વરાછા-બી માં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં 3.43 કરોડના ખર્ચે એલઈડી લાઈટ લગાડાશે

સુરત: મનપાની લાઇટ એન્ડ ફાયર કમિટિની બેઠક શુક્રવારે મળી હતી. જેમાં વરાછા ઝોન-બીના નવા સમાવિષ્ટ એવા સરથાણાથી કામરેજ સુધીના તમામ ગામોમાં સ્ટ્રીટલાઇટ એલઇડીકરણ સહીત 18.38 કરોડના અંદાજો મંજૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવે છે તેવી મનપા સંચાલિત સ્મીમેરમાં9 કરોડના ખર્ચે ફાયર ફાયટીંગ સિસ્ટમ અપડેટ કરવાના અંદાજોને પણ શાસકોએ બહાલી આપી હતી.

લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન કિશોર મિયાણીએ જણાવ્યું હતું કે, વરાછા ઝોન-બીમાં સમાવિષ્ટ નવા વિસ્તારના ગામડાઓમાંના રસ્તા હાલ સુરત સાથે જોડાયેલા છે જ અને અનેક લોકો મોડી રાત સુધી અવર જવર કરે છે તેથી આ વિસ્તારના લોકોની સુવિધા ધ્યાને રાખીને ખાસ કરીને ભાદા, વાલક, અબ્રામા, વેલંજા અને કઠોરના 6થી 9 મીટર પહોળાઇ સુધીના ગામતળના રસ્તા પર એલઇડીકરણ કરવા માટે માટેના 3.43 કરોડ અને સણિયા-હેમાદમાં 41.50 લાખના ખર્ચે એલઇડી લાઇટો લગાડવાના અંદાજો મંજૂર કરાયા છે.

Most Popular

To Top