સુરત: (Surat) જહાંગીરાબાદ ખાતે રહેતા યુવકને તેની પત્નીના (Wife) અનૈતિક સંબંધની જાણ થતા તેણે પત્ની સાથે વાત કરતા પત્નીએ મારામારી કરી હતી. બાદમાં તેના પ્રેમીએ (Lover) પણ ફોન ઉપર ધમકી આપી હતી. પત્નીના પિતાએ પણ છોકરીના પક્ષમાં બોલતા કંટાળી યુવકે આપઘાત કર્યો હતો. યુવકના ભાઈએ મૃતકની પત્ની, તેના માતા-પિતા અને પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) ઉત્તરપ્રદેશના પ્રેમીની ધરપકડ કરી હતી.
- પતિના આપઘાત બાદ દુષ્પ્રેરણાના ગુનામાં પત્નીના નોઈડાના પ્રેમીની ધરપકડ
- યુવકના ભાઈએ પત્ની, તેના માતા-પિતા અને પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી
- પ્રેમીએ ફોન ઉપર ‘તારાથી કંઈ થતું નથી ચુપચાપ બેસી રહેજે’ તેવી ધમકી આપી હતી
- જહાંગીરાબાદમાં પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં બેલદારે આપઘાત કર્યો હતો
જહાંગીરાબાદ ખાતે જાનકી રેસીડેન્સીમાં રહેતા 35 વર્ષીય પ્રતિકભાઈ રમેશભાઈ સોલંકીએ ગત જુન મહિનામાં રાંદેર પોલીસ સ્ટેશનમાં તેમના નાના ભાઈની પત્ની તથા તેના પ્રેમી સહિત ચાર જણા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પ્રતિકભાઈના નાના ભાઈ દિપકના વર્ષ 2008 માં નયનાબેન સાથે લગ્ન થયા હતા. દિપક એસએમસીમાં બેલદાર તરીકે નોકરી કરતો હતો. ગત 13 એપ્રિલ 2022 ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દિપકનો પત્ની સાથે ઝઘડો થતાં પત્ની અને તેના માતા-પિતા પણ દિપકને હેરાન કરતા હતા. નયનાના અજાણ્યા સાથે અનૈતિક સંબંધ હતા. દિપકે તેની પત્નીનો અજાણ્યા સાથે તેના જ ઘરમાં અંગત ક્ષણોનો વિડીયો જોયો હતો.
નયનાએ બાદમાં આ ફોન ડિલીટ કરી દીધો હતો. દિપકે નયનાને આ અંગે પુછતા તેને મારામારી કરી હતી. તથા પતિને જ ‘તું મારા પ્રેમીને ઓળખતો નથી એને જાણ થશે તો તને પુરો કરી દેશે’ તેવી ધમકી આપી હતી. બાદમાં નયનાએ તેના પ્રેમીને ફોન કરીને દિપકને આપ્યો હતો. અજાણ્યાએ દિપકને તારાથી કશુ થતું નથી તો ચુપ રહેવાનું મારે નયના સાથે પ્રેમ છે. દિપકે નયનાના પિતાને જાણ કરી તો પિતાએ ‘આવુ તો ચાલ્યા કરે એમા નવું શું છે તું ઢીલો છે તો નયના શું કરે છાનોમાનો પડી રહે’ તેવો જવાબ આપ્યો હતો. જેથી કંટાળી દિપકે આપઘાત કરતા તેની પત્ની નયના, પિતા ઉકાભાઈ, માતા નિમુબેન અને તેના પ્રેમીની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી ઉત્તરપ્રદેશથી તેના પ્રેમી અવીનાશ સુનિલકુમાર ઝા (ઉ.વ.૨૬, ધંધો-નોકરી રહે- સેક્ટર-૪૫ કાશીરામ ફ્લેટની સામે, સદરપુર ગૌતમબુધ્ધ નગર નોઈડા ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી હતી.