SURAT

સુરતના વેસુ ખાતે હેરીટેજ હોટલમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું

સુરત: (Surat) વેસુ ભીમરાડ રોડ પર આવેલા રાજડ્રીમ કોમ્પલેક્ષમાં હેરીટેઝ હોટલમાંથી (Hotel) પોલીસે (Police) હોટલની આડમાં ચાલતુ કુટણખાનું (Brothel) ઝડપી પાડી મેનેજર અને એક ગ્રાહકની ધરપકડ કરી હતી. હોટલ સંચાલકને વોન્ટેડ જાહેર કરી લલનાને મુક્ત કરાઈ હતી.

  • સુરતના વેસુ ખાતે રાજડ્રીમ કોમ્પલેક્ષમાં હેરીટેજ હોટલમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું
  • હોટલમાં રોકાવવાના 1500 રૂપિયા અને શરીર સુખ માણવા માટેના 1500 મળી 3 હજાર રૂપિયા લેતા હતા

અલથાણ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભીમરાડ રોડ પર રાજડ્રીમ કોમ્પલેક્ષના બીજા માળે હેરીટેઝ હોટલમાં હોટલ સંચાલક કેટલીક મહિલાઓને હોટલમાં રાખીને દેહવેપાર કરાવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરતા હોટલમાં 5 રૂમ બનાવ્યા હતા. કાઉન્ટર પર ઉભેલા વ્યક્તિનું નામ પુછતા પોતે હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું અને તેનું નામ સુમીત રાજેશ સીંગ (ઉ.વ.19, રહે.આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટ ભેસ્તાન) નો હોવાનું જણાવ્યું હતું. ગ્રાહક પાસે હોટલમાં રોકાવવાના 1500 રૂપિયા અને શરીર સુખ માણવા માટેના 1500 મળી 3 હજાર રૂપિયા લેતા હતા. આ સિવાય પોલીસે એક રૂમમાંથી ગ્રાહક બબલુ શીવલાલ યાદવ (ઉ.વ.24, રહે. ભગવતીનગર વડોદગામ) અને લલનાને ઝડપી પાડ્યા હતા. હોટલના સંચાલક રાજુ ઉર્ફે બબલુ રંજન ગુપ્તાને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

ઉધના ત્રણ રસ્તા પાસે હોસ્પિટલના એસીમાં આગ લાગતાં નાસભાગ
સુરત : શહેરના ઉધના દરવાજા ખાતે આજે એક હોસ્પિટલના એ.સી.માં શોર્ટસર્કિટને લીધે આગ લાગતાં સ્ટાફ સહિત આસપાસની ઓફિસોના કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગ દ્વારા દુર્ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે બપોરના એક વાગ્યાની આસપાસ ઉધના ત્રણ રસ્તા પાસે આવેલ સિલીકોન શોપર્સ સામે આવેલ સ્વર હોસ્પિટલના ત્રીજા માળે એરકન્ડીશન્ડમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે ધુમાડા નિકળતાં હોસ્પિટલના સ્ટાફમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. અલબત્ત, ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતાં તાત્કાલિક મજુરા ગેટ, નવસારી બજાર અને માનદરવાજા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top