સુરત: ડાયમંડ (Diamond) અને ટેક્સટાઈલ સિટી (Textile City) બાદ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામનાર સુરતમાં (SURAT)અંગદાન (ORGAN DONATION)ની ઘટનાઓ વધુ થઈ રહી છે. રવિવારના રોજ સુરતની સિવિલ હોસ્પિટલમાં (Hospital) 13મું અંગદાન થયું હતું. સુરતમાં અંગદાનની વઘતી ધટનાઓના પગલે તમામ સુરતીઓને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે.
સુરતના પાંડેસરા ખાતે રહેતા 62 વર્ષીય મંજૂબહેનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેઓની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓનું બ્રેઈનડેડ થતાં તેઓના પરિવારને યોગ્ય સમજ આપી તેમજ અંગદાનનું મહત્વ સમજાવી મંજૂબેનનું અંગદાન કરાવવા માટે રાજી કર્યા હતાં. અંગદાનનું મહત્વ સમજી પરિવારે પણ મંજૂરી આપી હતી. મંજૂબેનની 2 કિડની તેમજ 1 લીવરનું પરવિરજનો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. તેઓની કિડની લીવર એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ મોકલવામાં આવ્યાં હતાં. જાણકારી મુજબ તેઓના અંગને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં IKD સેન્ટરમાં રાખવામાં આવશે.
જણાવી દઈએ કે જે વ્યક્તિઓ બ્રેઇનડેડ જાહેર થાય છે તેમના શરીરનાં અંગોને ઝડપથી દાનમાં લઇને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેઓના જીવન બચાવી શકાય છે. આ અંગે લોકોમાં જાગૃતતા લાવવા દરેક ભારતીય આગળ આવવાની જરૂર છે. મૃતદેહ પહેલાનાં અંગોનું દાન અનેકને જીવન આપી શકે છે. એટલું જ નહીં પણ આપણે આપણા સ્વજનને બીજાના શરીરમાં હયાત જોઈ શકીએ એના કરતાં મોટી ખુશી બીજી કોઈ ના હોઈ શકે. આ અંગે સુરતીઓમાં જાગૃતતા જોવા મળી રહી છે.