મોરાગામની હિન્દુઓની સોસાયટીમાં રહેવાસીઓની જાણ બહાર મસ્જિદ બની ગયું, હિન્દુઓએ વિરોધ દર્શાવવા આ રીત અપનાવી

સુરત : (Surat) હજીરાના (Hazira) કાંઠા વિસ્તારના ગામની એક હિન્દુ (Hindu) સોસાયટીમાં (Society) સોસાયટીવાસીઓની જાણ બહાર મસ્જિદ (mosque) બની જતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના હિન્દુ અને મુસ્લિમ (Muslim) અગ્રણીઓ રસ લઇ રહ્યાં છે. જો કે, હાલમાં બંને પક્ષ તરફથી સમાધાનનો (Compromise) કોઇ રસ્તો નીકળે તેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

patrika.com

હજીરા નજીક આવેલા મોરા (Mora) ગામમાં (Village) શિવશક્તિ નામની સોસાયટી આવેલી છે. આ સોસાયટીના નામ પરથી જ ખબર પડી જાય છે કે અહીં હિન્દુઓની વસતિ છે. આ સોસાયટીના તમામ મકાનો હિન્દુઓના હોવા છતાં અહીં એક મકાનમાં મસ્જિદ બની જતાં સમગ્ર કાંઠા વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે.

  • મકાનને પહેલા હિન્દુના નામે ખરીદયા પછી આ મિલકત મુસ્લિમના નામે કરી દઈ વક્ફમાં રજિસ્ટર કરાવી મસ્જિદ બનાવી દીધી
  • હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે પડ્યા હતાં અને હાલમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું

આ સોસાયટીના એક મકાનને પહેલા હિન્દુના નામે ખરીદવામાં આવી હતી અને ત્યાર પછી આ મિલકત તે હિન્દુએ મુસ્લિમના નામે કરી દીધી હતી. એટલું જ નહીં મિલકત ખરીદનારે આ મિલકત મુસ્લિમના નામે કરી દીધી હતી અને ત્યાર બાદ તેને વકફમાં રજિસ્ટર્ડ કરાવી દેવામાં આવી હતી. આ મિલકતમાં મસ્જિદ બની જતાં અને આસપાસની કંપનીઓના મુસ્લિમો અહીં નમાઝ પઢવા માટે મોટી સંખ્યામાં આવતાં હિન્દુઓ ચોંકી ઉઠ્યા હતા અને શુક્રવારે નમાઝના સમયે જ સોસાયટીવાસીઓેએ રામધૂન શરુ કરી હતી. જેના કારણે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે પડ્યા હતાં અને હાલમાં સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું છે. પરંતુ કાંઠાના આ ગામોમાં મુસ્લિમોની વસતિ જ નથી ત્યાં મસ્જિદ બની જતાં સમગ્ર વિસ્તારમાં હાલતો ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

2015થી નમાઝ પઢવામાં આવે છે: અસ્લમ સાયકલવાલા, માજી નગર સેવક, કોંગ્રેસ
હજીરાની શિવશક્તિ નગર સોસાયટીમાં સને 2015થી નમાઝ પઢવામાં આવે છે. આ જગ્યાની માલિકી મુસ્લિમની છે. 2017માં આ જગ્યા ઉપર વિવાદ થયો હતો. દરમિયાન બે દિવસ પહેલા શુક્રવારની નમાઝમાં હજીરામાં આવેલી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને બહારથી મુસ્લિમો નમાઝ પઢવા માટે જતા સોસાયટીમાં રહેતો હિન્દુ પરિવારો દ્વારા વિરોધ કરાયો હતો. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું. સોસાયટીમાં રહેતા મુસ્લિમ પરિવારે મિલકતને વકફ બોર્ડમાં મસ્જિદ માટે રજિસ્ટર કરાવી હતી. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બહારથી આવતા લોકોને નમાઝ નહીં પઢવા દેવાની ખાતરી પોલીસની હાજરીમાં સોસાયટીના રહીશોને આપવામાં આવી છે. સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારોનું કહેવું છે કે, બહારથી લોકો નમાઝ પઢવા માટે આવતા હોય છોકરીઓની છેડતીના પણ કિસ્સા બન્યા છે. જોકે સત્ય શું છે તે હું જાણતો નથી.

સોસાયટીના લોકોની જાણ બહાર મસ્જિદ બનાવી દેવામાં આવી : કૌશિક રાણા, સામાજિક કાર્યકર
શિવશક્તિ નગરમાં જે મકાનની અંદર મદ્રેસા અને મસ્જિદ બનાવી દેવાઇ છે તે ઘર એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા હિન્દુના નામે લેવામાં આવ્યું હતું ત્યારબાદ સોસાયટીની જાણ બહાર મૌલાના દ્વારા પોલીસ સ્ટેશનમાં પ્રમાણપત્રો રજુ કરાયા હતા. ત્યારબાદ સોસાયટીના લોકોને મસ્જિદ બનાવી દેવાઇ હોવાની જાણ થતા વિવાદ ઉભો થયો હતો. હિન્દુ સંગઠનો સાથે મળીને વકફ બોર્ડ ટ્રીબ્યુનલમાં મસ્જિદની પરવાનગી અને મદ્રેસાના મુદ્દાને આગામી દિવસોમાં પડકારવામાં આવશે.

Most Popular

To Top