National

હજીરાનો ઓક્સિજન પ્લાન્ટ 15 દિસવમાં કાર્યરત થઈ જશે, હોસ્પિ.ને વિનામૂલ્યે ઓક્સિજન અપાશે

સુરત: (Surat) દેશભરમાં કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક હોવાથી મૃતાંક પણ વઘ્યો છે. જે રીતે દેશભરમાં કોરોનાના કેસો આગળ વઘી રહ્યા છે તેને પગલે ચિંતા વઘી રહી છે. ઓક્સિજનની (Oxygen) શોર્ટેજ સર્જાઇ છે. આવા સમયે કોરોનાના અસરગ્રસ્ત લોકોને મદદ માટે હોસ્પિટલોમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની તિવ્ર અછતને ધ્યાનમાં લેતા, કૃભકોએ તેના હજીરા યુનિટમાં ઓક્સિજન ઉત્પાદન સુવિધા શરૂ કરશે. આ મેડિકલ ગ્રેડ ઓક્સિજન પ્લાન્ટની દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 ડી-પ્રકારનું ઓક્સિજન સિલિન્ડર છે. કૃભકોના (Hazira Kribhako) સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લાન્ટ એક પખવાડિયામાં પ્લાન્ટ કાર્યરત થવાની સંભાવના છે. ઓક્સિજન સિલિન્ડર સરકારી હોસ્પિટલો અને અન્ય જરૂરીયાતમંદ હોસ્પિટલોમાં નિ:શુલ્ક આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશના શાહજહાનપુર ખાતે કૃભકો ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (કેએફએલ) દ્વારા કૃભકોની 100% પેટાકંપની પણ આવા પ્લાન્ટની સ્થાપના કરી રહી છે, જે આગામી 21 દિવસની અંદર વિવિધ હોસ્પિટલોમાં વિનામુલ્યે ઓક્સિજન આપવામાં આવશે.સુરતના હજીરા ખાતે ખાતરનું ઉત્પાદન કરતી કૃષક ભારતી કો.ઓપરેટિવ લિમિટેડના અધ્યક્ષ અને માજી. સંસદ ડો. ચંદ્રપાલ સિહ દ્વારા દ્વારા કોરોનાના રોગચાળા સમયે દેશની મદદ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. એક કરોડ રૂપિયાનો ચેક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપ્યો હતો. તે દરમિયાન માજી સંસદ સભ્ય દિલિપ સંઘાણી અને કૃભકોના ડિરેક્ટર પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

યુપીએલ ઓનસાઇટ ઓક્સિજન પ્લાન્ટ મારફત કોવિડની સારવાર કરતી ચાર હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પુરો પાડશે
ભારતની પાક-સંરક્ષણ કંપની યુપીએલ લિમિટેડએ કોવિડ સારવાર માટે ઓનસાઇટ ઓક્સિજન પ્લાન્ટ મારફત કોવિડની સારવાર કરતી ચાર હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પુરો પાડશે. કંપનીએ ગુજરાતમાં એના ચાર નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટને કન્વર્ટ કરીને ઓક્સિજનનું ઉત્પાદન કરવા તથા ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચાર હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવાની યોજના બનાવી છે. પછી આ પ્લાન્ટ સ્કિડ માઉન્ટેડ હશે અને હોસ્પિટલ સાઇટને સીધો ઓક્સિજન પ્રદાન કરશે, જેથી હોસ્પિટલની ઇકોસિસ્ટમમાં પ્લગ કરીને તેમનેપુરવઠામાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ મળશે. યુપીએલનું આ ઇનોવેશન આઇસીયુમાં સારવાર મેળવતા દર્દીઓ સહિત આ દરેક હોસ્પિટલમાં 200થી 250 બેડને ઓક્સિજનને પૂરો પાડવામાં મદદરૂપ થશે. આ અંગે યુપીએલ લિમિટેડના સીઇઓ જય શ્રોફે કહ્યું હતું કે, “યુપીએલમાં અમે ‘હંમેશા માનવીય’હોવાના મૂલ્યને ખરાંઅર્થમાં ચરિતાર્થ કરીએ છીએ.

Most Popular

To Top