SURAT

હજીરામાં બે ડમ્પરો વચ્ચે અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકને ફાયરની ટીમે બે કલાક બાદ બહાર કાઢ્યો

સુરત: (Surat) શનિવારે વહેલી સવારે શહેરના હજીરાના (Hazira) અદાણી પોર્ટ (Adani Port) ખાતે બે લોડેડ ડમ્પરો સામસામે ભટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, બેમાંથી એક ડમ્પરનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં ડમ્પરની કેબીનમાં ડ્રાઇવર ફસાઈ ગયો હતો. ફાયરની ટીમે તેને સહીસલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.

  • હજીરામાં બે ડમ્પરો વચ્ચે અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકને લાશ્કરોએ બે કલાક બાદ બહાર કાઢ્યો
  • અકસ્માતમાં ડમ્પરનો કચ્ચરઘાણ નીકળી જતા ચાલકના બન્ને પગ સ્ટીયરીંગ વચ્ચે ફસાયા હતા, કેબીન કાપીને સલામત બહાર કઢાયો

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, હજીરા પાટિયા સ્થિત અદાણી પોર્ટ પાસે શનિવારે સવારે 6:15 કલાકે ડમ્પર નંબર (GJ-16-AV-8885) અને અન્ય એક ડમ્પર વચ્ચે સામસામે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ડમ્પરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેથી ડમ્પરની કેબીનમાં તેનો ચાલક પ્રકાશભાઈના બન્ને પગ સ્ટેરીંગમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરતા મોરાભાગળ અને અડાજણ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર ઓફીસર દુર્ગેશ લોનકારે જણાવ્યું હતું કે, કેબીનમાં ફસયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે ફાયરની ટીમે હાઇડ્રોલિક સ્પેડર, કટર કોમ્બી ટુલ્સ, ગેસ કટર જેવા સાધનોનો ઉપયોગ કરી લગભગ બે કલાકની જહેમત ઉઠાવ્યા બાદ તેને સલામત રીતે બહાર કાઢી લેતા તેનો જીવ બચી ગયો હતો. બાદમાં તેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Most Popular

To Top