SURAT

સુરતના 50 સહિત રાજ્યના 200 પેટ્રોલપંપ આ કારણના લીધે બંધ કરવાની નોબત આવી પડી

સુરત,ઓલપાડ ટાઉન: પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા છેલ્લા 8 દિવસમાં ખાનગી રિટેઇલરો દ્વારા સંચાલિત પંપ કરતાં સહકારી મંડળીઓ અને ટ્રસ્ટો દ્વારા સંચાલિત પેટ્રોલ(Petrol) અને ડિઝલ (Diesel) પમ્પોને 8 રૂપિયે મોંઘું ડિઝલ આપવામાં આવતા ખેડૂતોમાં (Farmers) નારાજગી જોવા મળી છે. ગુજરાતમાં (Gujarat) સહકારી મંડળીઓ (Cooperative society) અને ટ્રસ્ટો દ્વારા 200 પમ્પ ચલાવવામાં આવે છે. એ પૈકી 50 પમ્પ સુરત જિલ્લાની સહકારી મંડળીઓ, સુગર મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે. ભાવો સુરત શહેર-જિલ્લાના રિટેઇલ પમ્પો કરતા વધી જતાં ઓલપાડ તાલુકાની મંડળીના પમ્પ બંધ કરી દેવાની નોબત આવી છે.

  • અંધેર કારભાર: રિટેલમાં સામાન્ય લોકો માટે સસ્તું ડિઝલ સહકારીમાં ખેડૂતો માટે મોંઘું
    IOC કંપની દ્વારા સહકારી મંડળીઓના કન્ઝ્યુમર ડિઝલ પંપના ભાવ 8 રૂપિયા વધારતા સુરત જિલ્લામાં સહકારી મંડળીના પેટ્રોલ પમ્પ બંધ કરવા પડ્યાં
  • રિટેઈલર્સના પમ્પો કરતાં મંડળીઓના પંપો પર પેટ્રોલ ડિઝલ મોંઘુ થતાં ખેડૂતોમાં નારાજગી: ભાવ વધારો ખેંચવા સરકારમાં રજુઆત

સુમુલ ડેરીના ઓલપાડના ડિરેકટર અને સહકારી આગેવાન જયેશ પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓએ હાલ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ બંધ કરી દીધું છે. પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં સહકારી મંડળીઓને ખોટ જતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. ઓલપાડ જિન,કિમ જિન,ટકારમા જિન અને સાયણ સુગર સહિતની મંડળીઓ સહકારી ધોરણે આ પ્રકારના પંપ ચલાવે છે. આ મામલે ભાવ વધારો પાછો ખેંચવા અમે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને પણ ઈ-મેલથી જાણ કરી છે.

આઈઓસી દ્વારા છેલ્લા 8 દિવસમાં ડિઝલના ભાવમાં 8 રૂપિયાનો વધારો કરાયો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલિયમ કંપની દ્વારા સહકારી મંડળીઓને કન્ઝ્યુમર પેટ્રોલ પમ્પની ફાળવણી કરવામાં આવી છે. જે મંડળીઓ દ્વારા ખેડૂત સભાસદોને પેટ્રોલ ડિઝલનું વેચાણ કરે છે. પરંતુ કંપની દ્વારા છેલ્લા 8 દિવસથી કરવામાં આવેલા ભાવ વધારાને મંડળીઓના કન્ઝ્યુમર પેટ્રોલ પમ્પો માટે ડિઝલનો આઠ રૂપિયા જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રિટેલર પેટ્રોલ પમ્પોના ભાવોમાં કોઈ વધારો થયો ન હોય ખેડૂતો અને સહકારી મંડળીઓને સીધો અન્યાય થઈ રહ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલ, પુરુષોતમ ફાર્મર્સ જીનીગ મંડળી અને દૂધ મંડળીઓએ ભાવ વધારાને કારણે ખોટ સહન કરવા કરતા હાલ પૂરતા પમ્પો બંધ કર્યા છે.

પેટ્રોલ ડિઝલના રીટેલ આઉટ લેટ અને સહકારી મંડળીઓના ભાવમાં આટલો ફેર છે
કંપનીના રીટેલ આઉટ લેટ/ સહકારી મંડળીઓના પમ્પ/

પેટ્રોલ ખરીદી -90.74 પેટ્રોલ વેચાણ – 95.01
ડિઝલ ખરીદી – 86.05, વેચાણ-89.01
પેટ્રોલ ખરીદી96.71, વેચાણ- 97.71
ડિઝલ ખરીદી – 94.60 અને વેચાણ 94.60

Most Popular

To Top