Gujarat

ધો.9થી 12ની 18 ઓક્ટો.થી શરૂ થતી પરીક્ષાના પેપર બોર્ડે મરજીયાત કરી આપ્યા

સુરત: (Surat) સુરત શહેર સહિત સમસ્ત રાજયભરમાં આગામી અઢારમી ઓકટોમ્બરથી શરૂ થનારી ધોરણ-9થી12ની પ્રથમ પરીક્ષામાં (Exam) બોર્ડે પોતાના પેપર મરજીયાત કરી આપ્યા છે. દરેક સ્કૂલ્સમાં સિલેબસ પણ અલગ અલગ હતો. જેથી દરેક સ્કૂલ્સ સિલેબસ પુરો કરી શકી નહોતી. આ કારણે સ્કૂલોએ (Schools) બોર્ડને (Board) પોતાના પેપરનો અમલ ફરજીયાત નહિ કરવા માંગણી કરી હતી.

સુરત શહેર સહિત સમસ્ત રાજયભરમાં આગામી અઢારમી ઓકટોમ્બરથી સ્કૂલ લેવલ એકઝામ્સ માટે બોર્ડે કાર્યક્રમ જાહેર કર્યો હતો. શિક્ષણ બોર્ડ તરફથી તે માટે દરેક શાળાને ધોરણ-9થી12 માટે પેપર મોકલવા જાહેરાત કરી હતી. જેને લઇને સમસ્ત રાજયભરના શાળા સંચાલકોમાં ઉહાપોહ મચ્યો હતો. આ અંગે શાળા સંચાલકોએ તાકિર્ક દલીલો સાથે બોર્ડને પોતાના પેપરનો અમલ ફરજીયાત નહિ કરવા માંગણી કરી હતી. શાળા સંચાલકોની રજૂઆતો હતી કે કોવિડ-19ની ગાઇડલાઇનને લીધે શાળાઓમાં હાલત દયાજનક છે. શાળાઓ પાળીમાં ચાલે છે. દરેક સ્કૂલ અલગ અલગ રીતે શિક્ષણ આપતી હતી.

દરેક સ્કૂલ્સમાં સિલેબસ પણ અલગ અલગ હતો. જેથી દરેક સ્કૂલ્સ સિલેબસ પુરો કરી શકી નહોતી. તેવા સંજોગોમાં બોર્ડના પેપરને લઇને માથાકૂટ થઈ હતી. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલકોએ રજૂઆતો કરી બોર્ડના પેપર પ્રથમ પરીક્ષામાં મરજીયાત કરવા માંગણી કરી હતી. આ અંગે શાળા સંચાલક મંડળના આગેવાન અને પ્રદેશ પ્રવકતા દિપક રાજયગુરૂએ કહ્યું હતું કે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને રજૂઆતો કરતા તેમણે આ પ્રશ્ન ઉકેલી આપ્યો છે અને સ્કૂલ લેવલની માધ્યમિક સેકશનની પરીક્ષા માટે શાળાઓ પોતાની રીતે પેપર તૈયારી કરાવી શકે તેવી છુટ આપી છે. બોર્ડે પોતાના પેપરનો અમલ ફરજીયાત નહીં બલ્કે સ્વૈચ્છિક કરવા નિર્ણય કરી નવો પરિપત્ર પણ બહાર પાડી દીધો છે.

Most Popular

To Top