સુરત :સુરત (Surat) પોલીસના ઇકોનોમી સેલને જીએસટી (GST) ફ્રોડ (Fraud) કૌભાંડમાં વધુ એક મોટી સફળતા મળી છે. તેમાં ચાર મોટા કૌભાંડીઓ પૈકીનો મુરશીદ આલમ આખરે પોલીસના (Police) પાંજરામાં પૂરાયો છે. છેલ્લા બે મહિનાથી આ આરોપી ચોપડા પર વોન્ટેડ બોલાઇ રહ્યો હતો. મુરશીદ આલમ હેપીનેસ બંગલો શાલીમાર સોસા., અડાજણ પાટીયા ખાતે રહે છે. 496 કરોડના જીએસટી બિલ મુરશીદ આલમ દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યા હોવાની પોલીસને શંકા છે. તેણે 17 જેટલી પેઢીઓ બોગસ બનાવી હોવાની વિગતો ઇકોનોમી સેલે જણાવી હતી.
ખોટા દસ્તાવેજોને આધારે ડમી પેઢીઓ બનાવી હતી
એમડી એન્ટરપ્રાઇઝ અને મકવાણા એન્ટર પ્રાઇઝમાં મુરશીદ આલમ દ્વારા ગેરકાયદે ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેમાં ખોટા દસ્તાવેજોને આધારે ડમી પેઢીઓ બનાવી તેના નામે જીએસટી રજિસ્ટ્રેશન નંબર મેળવી જે તે પેઢીનું બેંક એકાઉન્ટ ખોલાવીને ખોટા બિલો તથા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. જીએસટી પોર્ટમાં ખોટી રીતે ફાઇલિંગ કરી ગેરકાયદેસર રીતે સરકાર પાસેથી ટેકસ ક્રેડિટ મેળવીને કરોડોની ટેકસ ક્રેડિટ મેળવી હોવાની વાત છે. આ લોકો દ્વારા જે મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે. તેમાં પ્રથમ બ્લોકડ જીએસટી નંબર અથવા ફેક જીએસટી નંબરથી સેલ બીલ બનાવવામાં આવે છે. ત્યારબાદ જેન્યુન પેઢીથી નાણા સરકારમાંથી મેળવી લે છે. વ્યવહારમાં પ્રથમ બિલ બન્યા બાદ બિલમાં ખોટ દશાવામાં આવે છે. જેથી આઇટીસી ફરવામાં ઓ ત્યારે સરકારમાં જીએસટી ભરવાની થતી નથી.
મુરશીદ આલમની લાઇફ સ્ટાઇલ સિમ્પલ જોઇને પોલીસને પણ શંકા
મુરશીદ આલમની ધરપકડ બાદ તેની લાઇફ સ્ટાઇલ મધ્યમવર્ગીય હોવાનુ પોલીસને શંકા છે. દરમિયાન આ મામલે મુરશીદ આલમે આઇટીના મેળવેલા કરોડોના નાણા કયા નાંખ્યા કે પછી તેની પાછળ મોટા માથુ કોઇ છે તે મામલે હવે પૂછપરછ કરવામાં આવનાર હોવાની વિગત પીઆઇ બલોચે જણાવી હતી. પીઆઇ બલોચે જણાવ્યું હતું કે, મુરશીદ આલમ પાછળ મોટા જીએસટીના અધિકારી છે કે નહી તેની તપાસ કરવામાં આવશે. હાલમાં આ મામલે વધુ કશું જ કહી શકાય તેમ નથી.