સુરત: સુરતમાં ફરી એકવાર સસ્તા અનાજની દુકાનનો (Grain store) કાળો કારોબાર સામે આવ્યો છે. નાના વરાછા ઢાળ પર આવેલી V2 સસ્તા અનાજ (Grian) ના દુકાનદાર (Shopkeeepr) નું કારસ્તાન સામે આવતા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. દુકાનની અંદર જ ખુફિયા રસ્તો બનાવી અનાજ સગેવગે કરવાના રેકેટ ને લોકોએ ઝડપી પાડ્યું છે. સ્થાનિકોએ અનાજ ભરેલા ટેમ્પોને ઝડપી પાડી પોલીસ (Police) અને પુરવઠા વિભાગને સોંપતા ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાને પગલે ઝોનલ અધિકારી અને પુરવઠા ઇન્સ્પેકટરે તપાસ શરૂ કરી દેતા અનાજ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.
- સ્થાનિક લોકોએ આખું રેકેટ પકડ્યું, પુરવઠા અધિકારી અને પોલીસ દોડતી થઇ
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સસ્તા અનાજની ગુણો બદલી ખાનગી ગુણોમાં ભરી અનાજની હેરાફેરી કરાતી હોવાની ફરિયાદ બાદ વોચ ગોઠવી આખું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. જોકે હાલ સમગ્ર મામલો તપાસમાં બહાર આવશે તેવી શક્યતાઓ દેખાય રહી છે. ગરીબોને મળવા પાત્ર અનાજ મેં અનાજ માફિયાઓ બારોબાર વેચી રોકડી કરી લેતા હોવાની વાત કોઈ નવી નથી. આવું કરનારાઓનું પુરવઠા વિભાગ ના કેટલાક અધિકારીઓ સાથે સેટિંગ હોવાથી આવું કરી રહ્યા હોવાનું લોકોએ આરોપ મૂક્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે સસ્તા અનાજ નો પરવાનો ધરાવતા લગભગ મોટાભાગના દુકાનદારો અનાજ માફિયા ઓના ઈશારે કામ કરી રહ્યા છે. રાત્રીના અંધારામાં આ કામ ચાલી રહ્યું છે. સરકાર અનાજનો જથ્થો ઓછો આપી રહી હોવાનું કહી ગરીબોના પેટનું અનાજ મિલો ને પહોંચાદાય રહ્યું હોય એ વાત ને નકારી શકાય નહીં, આ એક આખી મંડળી છે. ચોર-લૂંટારુઓ પકડાય પછી આખી કડી મળે એમ આવા તમામ ને પકડવામાં પુરવઠા અધિકારીઓ અને પોલીસે કામ કરવું જોઈએ, કરોડોનો ખેલ છે. તપાસ અર્ધ વચ્ચે જ મૂકી દેવાય છે. આ કેસમાં સંપૂર્ણ તપાસ કરાઈ અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી થાય એની માગ સાથે હવે ગરીબોએ આંદોલન કરવું પડશે એ વાત ને નકારી શકાય નહીં.