સુરતનું જમણ, કાશીનું મરણ, એમ જોતા મને અંગત રીતે બેય હાથે લાડવા યાને સુખ જ સુખ છે! સુરત જન્મદત્ત કર્મભૂમિ અને કાશી સાસરું! ખેર, સુરત ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એક છે અને તે પણ જેમ કે સિલ્ક સિટી’, હીરા નગરી, ધ ગ્રીન સિટી વગેરે તે સૌથી ગતિશીલ હાજર અને એક સમાન વૈવિધ્યસભર વારસો ધરાવે છે ઘણા અન્ય નામો દ્વારા ઓળખાય છે ભુતકાળ. તે શહેરની ભારતમાં જ્યાં બ્રિટીશ લોકો પહેલી ભૂમિ છે. ડચ અને પોર્ટુગીઝ પણ સુરતમાં બિઝનેસ કેન્દ્રો, અવશેષો છે, જે હજુ પણ આધુનિક સુરતમાં રહેલા છે.
૧૬મી સદી દરમ્યાન જ્યારે સુરત સમગ્ર ભારતનું સૌથી ધનાઢય અને વિકસીત શહેર તથા બંદર હતું, મોગલ સામ્રાજ્યના શાહી ખજાનાની મોટા ભાગની આવક અહીંની જકાત અને વેપારથી આવતી હતી. ઉપરાંત સુરત બંદરેથી મક્કાની હજ પઢવા જતા ધાર્મિક લોકોની સંખ્યા પણ વિશેષ રહેતી હતી, આથી સમગ્ર શહેરને ફરતે એક મજબૂત ઊંચો કોટ બનાવવાનું નક્કી થયું અને આ કોટ બન્યા બાદ તેનું નામ ‘શેહરે પનાહ’ રાખવામાં આવ્યું. તે બાદ નવા બનેલા કોટને ‘આલમ પનાહ’ નામ આપવામાં આવ્યું! અલબત, તળ સુરતના કોટ વિસ્તારમા સુમારે ૪૦૦ વર્ષથી વધુ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરોમા રૂઘનાથપુરા, સતી માતા શેરી સ્થિત દુલેશ્વર મહાદેવ અને જુના અંબાજી, મહાકાળી, આશાપુરા, મહાલક્ષ્મી, સત્યનારાયણ, રણછોડજી, બાલાજી મંદિરો આદિ ઇત્યાદી વિગેરે ધાર્મિક સ્થળોનો સમાવિષ્ટ અત્રેથી થાય છે! ગ્રેટ એન્ડ ગ્રેટર સુરત, સલામ
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
