SURAT

નાના વરાછામાં પતંગના દોરાથી ગળું કપાઈ જતા 22 વર્ષીય યુવતીનું મોત

સુરત: (Surat) નાના વરાછામાં પતંગના (Kite) દોરાથી ગળું ચિરાઈ જતા 22 વર્ષીય યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. નોકરી (Job) પરથી ઘરે પરત ફરતી યુવતીનું દોરાથી ગળું કપાઈ ગયા બાદ 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખસેડાય હતી. પરીવારે જણાવ્યું હતું કે દીક્ષિતા પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થતી હતી. ઘટના બાદ આખું પરિવાર શોકમાં છે.

સ્મીમેર હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના બુધવારની મોડી સાંજની હતી. એક યુવતીને ગળું કપાઈ ગયેલી હાલતમાં 108 લાવવામાં આવી હતી. ડોક્ટરોએ ઘણી મહેનત કર્યા બાદ પણ યુવતીનો જીવ બચાવી શક્યા ન હતા. તપાસમાં યુવતીનું નામ દીક્ષિતા ઘનશ્યામ ઠુમમર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી.

પરિવારે જણાવ્યું હતું કે તેઓ અમરેલીના વતની છે. ત્રણ સંતાનોમાં બે દીકરી અને એક દિકરો છે. દીક્ષિતા મોટી દિકરી હતી. જવેલર્સ શોપમાં નોકરી કરતી હતી. બુધવારની સાંજે નોકરી પરથી પરત ફરતી વખતે નાના વરાછા બ્રીજ ઉતરતા જ પતંગના દોરાથી ગળું કપાઈ ગયું હતું. દીક્ષિતાના મોત ને લઈ આખો સમાજ દુઃખમાં ગરકાવ થઈ ગયો છે.

Most Popular

To Top