SURAT

સુરતના વરાછામાં યુવતીએ ઘરનું ભાડું ભરવા પાડોશીના ઘરમાં ચોરી કરી

સુરત : (Surat) વરાછામાં (Varacha) રહેતી એક યુવતીએ (Girl) ઘરનું ભાડુ (Home Rent) ભરવા માટે પાડોશીના (Neighbor ) ઘરે જઇને ફોટા પાડવાના બહાને સોનાની બુટ્ટી ચોરી (Theft) કરી લીધી હતી. પોલીસે (Police) આ યુવતીને પોલીસ મથકે બોલાવીને પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

  • વરાછા ત્રિકમનગર પાસે આવેલી હીરાનગર સોસાયટીનો બનાવ
  • જોબવર્કનું કામ કરતા મનીષા પરમારની સોનાની બુટ્ટી ચોરાઈ
  • જેકેટના ફોટા પાડવાના બહાને ઘરમાં આવી પાડોશી યુવતીએ ચોરી કરી
  • પાડોશી યુવતી પુજા યાદવે પોલીસ સમક્ષ ચોરીની કબૂલાત કરી
  • પુજા ઉપરાંત ચોરીની બુટ્ટી ખરીદનાર ગણેશ જ્વેલર્સના માલિકની ધરપકડ

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા ત્રિકમનગર પાસે હીરાનગર સોસાયટીમાં રહેતા મનીષાબેન નરેશભાઇ પરમાર ઘરમાં જ જોબવર્કનું કામ કરે છે. મનીષાબેને રૂા. 33 હજારની કિંમતની સોનાની બુટ્ટી ખરીદી હતી અને તે એક બોક્સમાં કપડાના થેલામાં મુકી દીધી હતી. બીજી તરફ રવિવારના દિવસે તેઓએ બુટ્ટી જોવા માટે કાંઢતા તે મળી ન હતી. આ દરમિયાન તેઓએ પરિવારના સભ્યોને પૂછપરછ કરી ત્યારે મનીષાબેનની નાની પુત્રી આરતીએ કહ્યું કે, મમ્મી પાડોશમાં રહેતી પૂજા રામહિરલ યાદવ આપણા ઘરે આવી હતી, પૂજાને મારી જેવું જ જેકેટ લેવાનું હોવાથી તે જેકેટના ફોટા પાડવા માટે આવી હતી. ત્યારબાદ હું ન્હાવા માટે ગઇ હતી અને પૂજા આપણા ઘરેથી જતી રહી હતી.

આ બાબતે વરાછા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પૂજા યાદવને પુછપરછ માટે બોલાવી હતી. આ દરમિયાન પૂજાએ પોલીસને કહ્યું કે, મારા ઘરનું ભાડુ ભરવાનું બાકી છે, અને મકાન માલિક ભાડાની ઉઘરાણી કરતા હતા. જેના કારણે મેં સોનાની બુટ્ટી જોઇ એટલે ચોરી લઇને તે વેડરોડ ઉપર ગણેશ જ્વેલર્સમાં વેચીને ભાડું આપ્યું છે. બનાવ અંગે પોલીસે પૂજા તેમજ ગણેશ જ્વેલર્સના માલિકની સામે ગુનો નોંધીને પુજાની ધરપકડ કરી હતી.

કોર્ટમાંથી પાસપોર્ટ મેળવી પાકિસ્તાન ભાગી ગયેલા આરોપીના જામીન રદ્દ કરવા કોર્ટનો આદેશ
સુરત : કોર્ટમાં પાસપોર્ટ લોંગટર્મ માટે રીન્યુ કરવાનું કહીને પાસપોર્ટ મેળવી લીધા બાદ પાકિસ્તાન ગયેલા આરોપીના આગોતરા જામીન રદ્દ કરાવવા માટેની અરજી કોર્ટે મંજૂર કરી હતી. આ આરોપીએ સુરતના વેપારી સાથે 90 લાખની ઠગાઇ કરીને પાકિસ્તાન ભાગી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ સિટીલાઇટ રોડ ઉપર આર્શીવાદ રેસીડેન્સીમાં રહેતા હરજીતસિંઘ સંતોષસિંઘ છાબડા લેડીઝ શુટ તેમજ દુપટ્ટાનો વેપાર કરે છે. આ દરમિયાન તેની મુલાકાત નવી દિલ્હીના તિલકનગરમાં ગુરૂનાનક પુરમાં રહેતા ગજીન્દર જસબીર સીંગની સાથે થઇ હતી. ગજીન્દરે હરજીતસિંગ પાસેથી રૂા. 90 લાખનો દુપટ્ટાનો માલ મંગાવી નાણા આપ્યા ન હતા અને ઠગાઇ કરી હતી. આ બાબતે પાંડેસરા પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસે ગજીન્દર સીંગની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. બાદમાં ગજીન્દરએ પોલીસ પકડથી બચવા માટે આગોતરા અરજી કરી હતી. જે અરજી મંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ ગજીન્દરએ જામીન મળ્યા બાદ તેણે પાસપોર્ટ જમા કરાવ્યો હતો. બાદમાં ગજીન્દરએ આ પાસપોર્ટને રીન્યુ કરવાનું કહીને કોર્ટમાંથી પાસપોર્ટ મેળવી લીધો હતો. પાસપોર્ટ મળી ગયાના થોડા જ દિવસોમાં ગજીન્દર મુળ વતન પાકિસ્તાન ભાગી ગયો હતો. પાકિસ્તાનના લાહોરમાંથી તેને એક વિડીયો શેર કર્યો હતો. આ અંગે મુળ ફરિયાદી હરજીતસિંગએ વકીલ વિરલ મહેતા મારફતે ગજીન્દરના આગોતરા જામીન નામંજૂર કરવા માટે અરજી કરી હતી. આ અરજી મંજૂર કરવામાં આવી હતી.

Most Popular

To Top